હેમામાલિના નિવેદન પર ખુલાસો કરતા કોંગી પ્રધાન બોલ્યા કે ભાજપ પાસે ચીકણો ચહેરો નથી

0
24

મધ્ય પ્રદેશ સરકારમાં પ્રધાન સજ્જનસિંહે ભાજપના સાસંદ હેમા માલિની અંગે વિવાદિત નિવેદન અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભાજપે મારા નિવેદનનો ખોટ અર્થ કાઢીને રાજનીતિ શરૂ કરી છે. હેમા માલિની અંગે કોઈપણ પ્રકારનું વિવાદિત નિવેદન આપવામાં આવ્યું નથી. ભાજપ કોંગ્રેસને બદનામ કરવાની કોશિશ કરી રહી છે. ગઈ કાલે સજ્જન સિંહે કહ્યું કે, ભાજપની પાસે કોઇ ચીકણા ચહેરા નથી. ભાજપનું દુર્ભાગ્ય છે કે તેમની પાસે ખરબચડા ચહેરા છે. એવા ચહેરા કે જેને લોકો નાપસંદ કરે છે. અને હેમામાલિની પાસે નૃત્ય કરાવીને ભાજપ વોટ એકઠા કરી રહ્યું છે.

સજ્જનસિંહે કહ્યુ કે, ભાજપ મધ્ય પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતને બગાડવાની કોશિશ કરી રહ્યુ છે. રાજ્યમાં બનેલી હત્યાની ઘટનામાં ભાજપના નેતા અને કાર્યકર્તાઓની ઘરપકડ કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતને બગાડવા માટે ભાજપ સરકાર વિરૂદ્ધ ષડ્યંત્ર રચી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here