Friday, December 3, 2021
Homeપહેલી વખત નહેરૂ અને ગાંધીની મુલાકાત થઈ હતી, જાણો કઈ વાતને અંજામ...
Array

પહેલી વખત નહેરૂ અને ગાંધીની મુલાકાત થઈ હતી, જાણો કઈ વાતને અંજામ આપ્યો હતો

લખનૌઉના ચારબાગ રેલ્વે સ્ટેશન પર ક્રિસમસના ઉલાસ વચ્ચે 26 ડિસેમ્બર, 1916ના રોજ જ્યારે દેશના અગ્રણી નેતા જવાહર લાલ નેહરુ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પ્રથમ વખત મળ્યા ત્યારે તે સમય અને સ્થળ બન્ને ઇતિહાસ બની ગયા છે. આ યાદગાર મુલાકાતનું નિશાન આજે પણ સ્ટેશન પર હાજર છે અને રેલ્વેએ સ્મૃતિ સ્વરૂપ ત્યાં ગાંધી ઉદ્યાન પણ બનાવ્યું છે. અહીં એક શિલાપટ્ટ પણ લગાવ્યો છે.

ઇતિહાસવિદ વિનીત ચતુર્વેદીએ કહ્યું છે કે 26 ડિસેમ્બર, 1916 ના રોજ 27 વર્ષનાં જવાહરલાલ નહેરુ અલ્હાબાદથી લખનૌઉ પહોચ્યાં હતા. તેમને અહીં યોજવામાં આવેલ ભારતીય રાષ્ટ્રીય કોન્ફરન્સની વાર્ષિક મીટિંગમાં ભાગ લેવાનો હતો. આ બેઠકમાં મહાત્મા ગાંધી પણ આવ્યા હતા. ચારબાગ સ્ટેશન નજીક બંને મળ્યા હતા. લગભગ 20 મિનિટ સુધી બંને વચ્ચે વાતચીત થઈ. આ દરમિયાન સ્વતંત્રતા સંગ્રામ બાબતે વાતચીત થઇ હતી.

નેહરુએ આ વિશે પોતાની બૂકમાં પણ લખ્યું છે. લખ્યું છે કે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં થયેલી ઘટના પછી કેવી રીતે આગળ આવે છે અને પછી અહિંસા ચળવળ અને ચંપારણની જીત વિશે વગેરેનો ઉલ્લેખ કર્યો છે. નેહરુએ ગાંધીજીને દેશના યુવાનો અને કામદાર વર્ગ તરફ ધ્યાન આપવાની વિનંતી કરી હતી. નેહરુ ઇચ્છતા હતા કે ગાંધી દેશના મજૂરોને વિદેશમાં જઈને કામ કરતા રોકે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments