Sunday, November 28, 2021
Homeહેલ્મેટ ન પહેરવા બદલ મળેલો મેમો બતાવો તો હેલ્મેટની ખરીદી પર રૂ.100નું...
Array

હેલ્મેટ ન પહેરવા બદલ મળેલો મેમો બતાવો તો હેલ્મેટની ખરીદી પર રૂ.100નું ડિસ્કાઉન્ટ

અમદાવાદ: ટ્રાફિક પોલીસે એક નવતર પહેલમાં હેલ્મેટ નહીં પહેરનારા વાહનચાલકોને રૂ.100ના દંડનો જે મેમો આપવામાં આવે છે તે મેમો લઇને વાહનચાલક નિયત કરાયેલી હેલ્મેટની દુકાને જશે તો તેને આટલી રકમનું એટલે કે રૂ.100નો મેમો હોય તો રૂ.100નું ડિસ્કાઉન્ટ મળશે. અર્થાત હેલ્મેટ રૂ.900નું હશે તો રૂ.100 બાદ કરી રૂ.800માં આપવામાં આવશે. ડિસ્કાઉન્ટનો આ લાભ ટ્રાફિક પોલીસે પસંદ કરેલી હેલ્મેટની 11 દુકાનેથી જ મળશે.

શહેરમાં ચાલી રહેલા ટ્રાફિક સલામતી સપ્તાહની ઉજવણી દરમિયાન પૂર્વ વિભાગના ટ્રાફિક ડીસીપી અક્ષયરાજે આ પહેલ અમલમાં મૂકી છે. યોજનાનો હેતુ દરેક ટુ-વ્હીલર ચાલકને પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરતો કરવાનો છે. આ ઉપરાંત સેટેલાઈટમાં હેલ્મેટ નહીં પહેરનારા વાહનચાલકોને દંડ ફટકારવાને બદલે ટ્રાફિક પોલીસે ગુલાબનું ફૂલ આપી નિયમોનું પાલન કરી અકસ્માત સામે રક્ષણ મેળવવા માટે સમજાવ્યા હતા. આ માર્ગ સલામતી સપ્તાહ 4 ફેબ્રુઆરી થી 10 ફેબ્રુઆરી સુધી ચાલવાના છે. જેને ધ્યાનમાં રાખીને  લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે તે માટે રોજે રોજ આ જ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે.

ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ઘટે તે માટે લોકોને તકલાદી હેલ્મેટ ના પહેરે તેની પણ સમજણ આપી હતી. તકલાદી હેલ્મેટ પહેરનાર લોકોને ઊભા રાખી પોલીસ દ્વારા હેલ્મેટને રોડ પર પછાડી તેનાથી થતા નુકસાન વિષે જણાવ્યું હતું. અને આઇએસઆઇ માર્કા વાળી પાંચ જેટલી હેલ્મેટ લોકોને વિતરણ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments