બૉલીવુડ સિંગર નેહા કક્કડને તેમના બિન્દાસ્ત ગીતો માટે ઓળખવામાં આવે છે. તેના ગીત સિવાય તેઓ અભિનેતા હિમાંશ કોહલીની સાથે પોતાની રીલેશનશિપને લઇને ચર્ચામાં રહ્યા હતાં. પરંતુ થોડા સમય પહેલા જ તેમનું હિમાંશ સાથે બ્રેકઅપ થયું.
https://www.instagram.com/p/BuLLfW5ncAL/?utm_source=ig_embed
અહીં જણાવવાનું કે હિમાંશ સાથે બ્રેકઅપના કારણે નેહા ખૂબ તૂટી ગઇ હતી. તેઓ શો ‘ઈન્ડિયન આઈડલ’ના સેટ પર રડતા દેખાયા હતાં, પરંતુ હવે નેહાએ પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી દીધી છે અને પોતાની જાતને સક્ષમ કરી છે.
https://www.instagram.com/p/BuDckFfAQEM/?utm_source=ig_embed
તેમણે થોડા દિવસ પહેલાં જ સિંગર ગજેન્દ્ર વર્માનુ લોકપ્રિય ગીત ‘તેરા ઘાટા’નું ફીમેલ વર્ઝન પોસ્ટ કર્યુ હતું. આ ગીતને હિમાંશ સાથે જોડીને જોવામાં આવતુ હતું. જોકે, બંનેના બ્રેકઅપનું કારણ હજી સુધી સ્પષ્ટ રીતે જાણવા મળ્યું નથી.
https://www.instagram.com/p/BtXWK4vA6hr/?utm_source=ig_embed
હિમાંશ અને નેહા કક્કડનો સંબંધ કોઈ નવો નથી, પરંતુ છેલ્લા ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. ઈન્ડિયન આઈડલના સેટ પર હિમાંશ અને નેહાએ પોતાની રીલેશનશિપનો એકરાર કર્યો હતો. બંનેના બ્રેકઅપના કારણ આખરે શું રહ્યાં હશે, આ અંગે નેહા અને હિમાંશ કશું બોલી શક્યા નથી. હિમાંશ સાથે બ્રેકઅપ થયા બાદ નેહાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ લખી હતી.
https://www.instagram.com/p/Bs2HyLynamp/?utm_source=ig_embed
નેહાએ લખ્યું, મને ખબર નથી કે વિશ્વમાં આટલા દર્દનાક વ્યક્તિઓ પણ રહે છે. ઠીક છે, બધુ ગુમાવીને જ્યારે હોશમાં આવ્યા તો શું કર્યુ…! તો બીજી પોસ્ટમાં તેમણે લખ્યું, મને ખબર છે કે દરેક લોકો આ વિશે વાત કરશે. લોકો મને જજ કરશે. ખબર નથી કે લોકો શું કહેશે. કઈક એવુ કહશે કે જેની મને ખબર નથી. પરંતુ હવે આ બધુ સાંભળવાની મને આદત પડી ગઇ છે.
https://www.instagram.com/p/BsumvmCHB75/?utm_source=ig_embed
નેહા કક્કડ ડાન્સ માટેની ઓળખ ધરાવે છે. અમૂક શોમાં તેમણે પોતાની આ સ્કિલ્સની ઝલક બતાવી છે. આ સિવાય તેઓ પોતાના ડાન્સ અને વીડિયોને પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.
https://www.instagram.com/p/Br1lOvrHL-0/?utm_source=ig_embed
નેહા 4 વર્ષની હતી, તો તેણે ગીત ગાવાની શરૂઆત કરી હતી. તેણી માતાના જાગરણમાં ગીત ગાતી હતી.
https://www.instagram.com/p/BruAz9Jnu8Z/?utm_source=ig_embed
નેહા કક્કડે સિંગિંગ રીયાલિટી શો ઈન્ડિયન આઈડલ પરથી કારકિર્દી શરૂ કરી હતી. 2006માં તેણી આ શોમાં સહભાગીના રૂપમાં આવી હતી. નેહા કક્કડ વર્ષ 2014માં ‘કોમેડી સર્કસ કે તાનસેન’નો પણ ભાગ બની હતી.
https://www.instagram.com/p/BqhFX_YHJIu/?utm_source=ig_embed