Saturday, April 20, 2024
Homeહોટલના રૂમમાં વિવેક ઑબરોયે ઐશ્વર્યા સાથે એવું કર્યુ કે ....
Array

હોટલના રૂમમાં વિવેક ઑબરોયે ઐશ્વર્યા સાથે એવું કર્યુ કે ….

- Advertisement -

વિવેક ઑબરોય હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકને લઇને ચર્ચામાં છે. ફિલ્મને લઇને સતત વિવાદ થઇ રહ્યો છે. વિવેકનો સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. વિવેક એક સારો એક્ટર હોવા છતા ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં વધારે કંઇ નામ નથી બનાવી શક્યો. આ પાછળનું કારણ ઐશ્વર્યાની સાથે અફેર અને સલમાન ખાનની સાથે દુશ્મની હોવાનું માનવામાં આવે છે.

ઐશ્વર્યા રાય બચ્ચન ભલે બચ્ચન પરિવારની પૂત્રવધુ બની ગઇ હોય પરંતુ કેટલાક વર્ષો પહેલા સલમાન ખાન અથવા તો વિવેક ઓબરોયના પરિવારની સાથે જોડાઇ શકતી હતી પરંતુ આ કોઇ રીતે શક્ય ન બન્યું. આ પાછળનું કારણ શું છે? કેમ આ શક્ય ન બન્યુ? ઐશ્વર્યા અને સલમાન ખાનના અફેરની વાતથી તો તમામ લોકો જાણકાર હતા પરંતુ શું તમે જાણો છો કે સલમાનથી કંટાળીને ઐશ્વર્યા વિવેકની સાથે અફેર કર્યુ હતુ. પરંતુ એવું તો શું થયું કે ઐશ્વર્યા વિવેકની છોડી ને જતી રહી. હોટલના રૂમમાં થયેલી એક નાની ભૂલ ના કારણે બંને વચ્ચેના સંબંધો પૂરા થઇ ગયા હતા.

 

ઐશ્વર્યા સલમાન ખાનની સાથે રિલેશનશિપ પહેલા મૉડલ રાજીવ મૂલચંદાનીની ગર્લફ્રેન્ડ હતી. મૉડલિંગના દિવસોમાં આ બંને એકબીજાની નજીક આવ્યા, પરંતુ કોઇ કારણોસર આ બંનેનું બ્રેકઅપ થઇ ગયું. ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના સેટ પર એશ અને સલનાનની મુલાકાત થઇ અને તેમની વચ્ચે પ્રેમ થયો. વર્ષ 1999-2001માં બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ સલમાનની એક વાતને કારણે બંને વચ્ચે તમામ સંબંધો પૂરા થઇ ગયા.

સલમાને ઐશ્વર્યાની સામે સ્વીકાર્યુ કે, ”તેણે એશને ચિટ કરી છે. ઐશ્વર્યાની સાથે રિલેશનશિપમાં હોવા છતાં કોઇ બીજી યુવતી સાથે તેણે સંબંધ બાધ્યો.” આજ કારણોસર ઐશ્વર્યાએ પોતાના સંબંધો તોડી નાખ્યા. ઐશ્વર્યાથી અલગ થઇ ચૂકેલો સલમાન પોતાના ગુસ્સા પર કંટ્રોલ ના કરી શક્યો અને ઐશ્વર્યા જ્યાં શૂંટિગ પર જતી ત્યાં જઇને હંગામો કરી દેતો હતો.

જેમ તેમ ઐશ્વર્યા સલમાનથી દૂર તો થઇ, ત્યારે તેની લાઇફમાં વિવેક ઓબરોયની એન્ટ્રી થઇ. સલમાનથી પરેશાન થઇ ચૂકેલી ઐશ્વર્યાએ વિવેકનો સાથ સારો લાગવા લાગ્યો હતો. બંને ફિલ્મ ‘ક્યોં હો ગયા ના’ના શૂટિંગ વખતે એકબીજા સાથે સમય વિતાવવા લાગ્યા, ત્યાં સુધી કે એશના 30માં બર્થ ડે પર વિવેકે તેણે 30 ગિફ્ટ્સ પણ આપ્યા હતા. જોકે ઐશ્વર્યાએ ક્યારેય પણ વિવેક સાથે રિલેશનશિપમાં હોવાની વાત સ્વીકારી ન હતી. પરંતુ વિવેકની એક નાની ભૂલે બધું જ ખરાબ કરી દીધું.

વિવેક ઇચ્છતો હતો કે ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલી ઐશ્વર્યાનો તે હંમેશા સાથ આપે પરંતુ વાત સાવ ઉલ્ટી થઇ. વિવેકે હોટલની રૂમમાં પ્રેસ કોન્ફરન્સ કરીને અને ખુલાસો કર્યો કે, સલમાનની તરફથી તેણે જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. આ પ્રેસ કોન્ફરન્સ પછી વિવેકની જિંદગી સાવ બદલાઇ ગઇ. વિવેકની આ ભૂલને કારણે ઐશ્વર્યાએ પણ તેણે છોડી દીધો.

જોકે આ પછી ઐશ્વર્યાએ સ્પષ્ટતા કરી કે ,”આ વાતની તેની સાથે કોઇ લેવાદેવા નથી.” જોકે આ પછી વિવકેને ફિલ્મોની ઑફર મળવાની પણ બંધ થઇ ગઇ. જો વિવેક સલમાનનું નામ લઇને ભૂલ ના કરી હોત તો કદાચ ઐશ્વર્યા અભિષેક બચ્ચનની સાથે નહીં પરંતુ તેની સાથે હોત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular