Sunday, November 28, 2021
Homeહોટેલમાંથી મળેલા આધારકાર્ડની કોપીથી રાજસ્થાન પહોંચી પોલીસ, 25.65 લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો
Array

હોટેલમાંથી મળેલા આધારકાર્ડની કોપીથી રાજસ્થાન પહોંચી પોલીસ, 25.65 લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો

મહીધરપુરામાં કાસકીવાડ પાસે 3 દિવસ પૂર્વે આંગડિયા કર્મીની મોપેડ પરથી કલેક્શનના 25.65 લાખ ચોરી જનારા 2 આરોપી પૈકી 1ને મહીધરપુરા પોલીસે રાજસ્થાનના સાદડી ગામેથી ઝડપી પાડ્યો છે. માત્ર 1 કડી પોલીસને રાજસ્થાન સુધી દોરી ગઈ હતી. પોલીસે રાજસ્થાનમાં ઘરે દરોડા પાડી 1ને ઝડપી લઇ કુલ 20.31 લાખ કબજે લીધા છે.

મહીધરપુરા પીઆઇ પી.એ. આર્યએ જણાવ્યું હતું કે, રાજસ્થાનના શિરોહીનો કાલુરામ ઉર્ફે છમનારામ ઘાંચી હરીપુરા ધોબી શેરીમાં રિદ્ધી-સિદ્ધી એપાર્ટમેન્ટમાં રહે છે અને અંબિકા આંગડિયામાં કલેક્શનનું કામ કરે છે. 18મી તારીખે કાલુરામ બરોડા પ્રિસ્ટેજ, હીરાબાગ, લંબે હનુમાન રોડ,પોદ્દાર આર્કેડ વિસ્તારમાંથી વ્યાપારીઓ પાસેથી રોકડા 25.65 લાખ આંગડિયા માટે લીધા હતા. તે લીલા રંગની બેગમાં મુકી ફરી ઓફિસે આવી રહ્યો હતો. સવા ત્રણેક વાગે કાંસકીવાડ શ્રી સિદ્ધેશ્વર પાનવાલા પાસે મોપેડ ઉભી રાખી 25 સેકન્ડમાં વેફર લઈને આવ્યો તે દરમિયાન રૂપિયાવાળી બેગ ચોરીને નાસી ગયો હતો. કાલુરામે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસી ફૂટેજ ચેક કરતા એક છોકરો બેગ લઇને જતો દેખાય છે. આગળ એક રિક્ષા સ્ટેન્ડ હતું. રિક્ષાવાળાઓની પુછપરછમાં લીલા રંગની બેગ લઈને એક છોકરો રેલવે સ્ટેશન તરફની રિક્ષામાં ગયાનું ખૂલ્યું હતું. જેમાં સ્ટેશનની અમર હોટલમાં પોલીસ પહોંચી હતી. ત્યા જાણવા મળ્યું કે, બે જણા લીલા રંગની બેગ સહિતનો સામાન લઈને નિકળી ગયા. પોલીસને હોટલમાં આરોપીઓના આધારકાર્ડની ફોટો કોપી મળી હતી. તેમાં બંને યુવાનોના નામ ફુલચંદ અને હિંમતભાઈ મળ્યું. તેમાં રાજસ્થાનના પાલી જિલ્લાના સાદડી ગામનું સરનામું હતું. પોલીસે તત્કાલ 1 ટીમ રાજસ્થાનના સાદડી મોકલી હતી. ત્યાં બંને આરોપીઓના ઘરે પોલીસે તપાસ કરી હતી. જેમાં આરોપી ફુલચંદ જીવારામ માલવિય પકડાયો હતો. તેની પાસેથી ચોરીના 9.91 લાખ મળ્યા હતા. આરોપી હિંમતભાઈ સોલંકી પોલીસના હાથે લાગ્યો ન હતો. તેના ઘરમાંથી લીલા રંગની બેગ અને 10.40 લાખ ઉપરાંત ચાકુ-છરા પણ મળ્યા હતા. પોલીસે ફુલચંદની ધરપકડ કરી છે. તે હોટલ ચલાવે છે. હિંમતભાઈ સોલંકી રીઢો આરોપી છે.

આરોપી ફુલચંદ

ટીપર ભરતે બંને આરોપીઓને ચોરી કે લૂંટ કરવાની ટીપ આપી હતી 

પોલીસ રાજસ્થાનમાં ફુલચંદ પાસેથી કબજે કરેલા રૂપિયા 20.31 લાખ.

ખરીદી માટે જવાનું કહી મિત્રની મોપેડ લીધી, ચોરી કરવા ઉપયોગ કર્યો 

એક મોપેડ પર બંને આરોપી કાલુરામનો પીછો કરતા હતા. કાસકાવાડ પાસે આરોપી હિંમતભાઈ સોલંકીએ બેગ ચોરી હતી. તે સમયે ફુલચંદ મોપેડ પર બેસેલો હતો. ત્યારે ફુલચંદે હિંમતભાઈ સોલંકીને ફોન કરીને પુછ્યું કે ક્યાં ભેગા થઈએ. ત્યારે કહ્યું કે હોટલ પર ભેગા થઇશું, તુ પહોંચ હું રિક્ષામાં આવુ છું. આશરે ચારેક વાગે બંને હોટલ પર આવ્યા બાદ ત્યાંથી સ્પેશિયલ રિક્ષામાં કામરેજ ગયા અને ત્યાંથી બસમાં પાલી જવા નિકળ્યા હતા. આરોપી ફુલચંદનો મિત્ર અડાજણમાં રહે છે. ફુલચંદે સુરત આવીને તેના મિત્રને કહ્યું કે સુરતમાં ખરીદી કરવી છે ગાડી આપ. મિત્રએ તેને પોતાની મોપેડ આપી હતી. જેનો ઉપયોગ આરોપીઓએ ચોરી કરવા કર્યો હતો. પોલીસ મોપેડ માલિકને પણ ઊંચકી લાવી હતી.

અન્ય આરોપી અને ટિપર ફરાર 

ટીપર ભરતને પોલીસ શોધી રહી છે. ફુલચંદ અને હિંમતભાઈને સુરતમાં બહુ ઓછા લોકો ઓળખે છે. તેઓ સુરતમાં રહેતા નથી. ટીપર ભરતે બંનેને ચોરી કે લૂંટ કરવાની ટીપ આપી હતી. બાદ તેઓ આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments