હોન્ડાની સેકન્ડ જનરેશન અમેઝના વેચાણમાં ઊછાળો, 11 મહિનામાં 85 હજાર યુનિટ વેચાયા

0
63

ઓટો ડેસ્ક. હોન્ડાની એન્ટ્રી લેવલ કાર અમેઝની સેકન્ડ જનરેશન લોકોને ખૂબ પસંદ આવી રહી છે. જાપાનીઝ ઓટો કંપની હોન્ડાની અમેઝ સેકન્ડ જનરેશન લોન્ચ થયાના 11 મહિનામાં તેના વેચાણમાં ઉછાળો આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કુલ 85,000 યુનિટનું વેચાણ થયું છે. તેની સાથે જ કંપનીની સૌથી ઝડપી વેચાનારી કાર બની ગઈ છે.

હોન્ડા ઈન્ડિયાએ અમેઝની સેકન્ડ જનરેશન મે 2018માં લોન્ચ કરી હતી. ત્યારથી આ કારને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. કંપની આ કારની દર મહિને સરેરાશ 7,800 યુનિટ વેચી રહી છે. આ કાર હોન્ડા ડબ્લ્યૂઆર-વી અને હોન્ડા સીટીની સાથે સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે. હોન્ડાએ અમેઝનું ટોપ મોડલ VX CVT પણ ભારતમાં લોન્ચ કરી દીધું છે. તેની પ્રારંભિક કિંમત 8.56 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

ભારતમાં આ કારની સ્પર્ધા ફોક્સવેગન અમિઓ, ફોર્ડ એસ્પાયર, હ્યૂન્ડાઈ એક્સેન્ટ, ટાટા ટિગોર અને ખાસ તો મારૂતિ સુઝુકીની ડિઝાયર સાથે થાય છે. આ કારમાં નવી ગ્રિલ સાથે નવી ડિઝાઈન અને હેડલેમ્પ ક્લસ્ટર એલઈડી લાઈટ આપી છે. કારમાં આકર્ષક બમ્પર લગાવવાની સાથે એરો ડાયનામિક્સમાં પણ સુધારો કર્યો છે. કારમાં રિયર પાર્કિંગ માટે સેન્સર, રિયર કેમેરા અને એલોય વ્હીલનો નવો સેટ આપ્યો છે. કારની કેબિનને પણ નવા રૂપમાં સજાવવામાં આવી છે. જેમાં ડિજિપેડ 2.0 સાથે એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટો જેના ફીચર્સ આપ્યા છે. કારનું સ્ટીયરિંગ વ્હીલ મલ્ટિફંક્શનલ છે. કારમાં ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલ સિસ્ટમ આપી છે.

હોન્ડા ઈન્ડિયાએ આ કારમાં પેટ્રોલ વેરિઅન્ટમાં 1.2 લીટરનું એન્જિન લગાવ્યું છે. જે 89bhpનો પાવર જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. કંપનીએ આ કારને અનેક એડવાન્સ ફીચર્સથી સજ્જ કરી છે. જેમાં 7 ઈંચની ડિજિપેડ ટચસ્ક્રિન ઈન્ફોટેઈમેન્ટ સિસ્ટમ પણ સામેલ છે. આ સિસ્ટમથી કાર સાથે સ્માર્ટફોનને કનેક્ટ કરી શકાય છે. આ કારમાં નેવીગેશનનું ફીચર પણ ઉપલબ્ધ છે. હોન્ડાના એન્જિનિયર્સે આ કારના એન્જિન ઉપર પણ ખાસ્સુ કામ કર્યું છે. કારને વધુ ફ્લૂઅલ એફિશિઅન્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here