હોન્ડા અને મહિન્દ્રાના વેચાણમાં બમણી વૃદ્ધિ, મારૂતિના વેચાણો 27 ટકા ઘટ્યા

0
14

બિઝનેસ ડેસ્ક. મારૂતિ સુઝુકી ઈન્ડિયા, હોન્ડા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેમજ ટાટા મોટર્સના વેચાણો જાન્યુઆરીની તુલનાએ ફેબ્રુઆરીમાં વધ્યા છે. મારૂતિ સુઝુકી ઈન્ડિયાના ફેબ્રુઆરી વેચાણોમાં નજીવો ગ્રોથ જોવા મળ્યો છે. જ્યારે હોન્ડા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વેચાણોમાં બમણો વધારો નોંધાયો છે.

ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલના વેચાણો 2 ટકા વધ્યા

ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલના વેચાણોમાં 2 ટકા વધ્યા છે. ફેબ્રુઆરી દરમિયાન 1,39,100 યુનિટ સાથે મારૂતિના વેચાણો નજીવા વધ્યા છે.
ફેબ્રુઆરી, 2018માં 1,37,900 યુનિટ વેચાયા હતા. જ્યારે મીની સેગમેન્ટમાં ઓલ્ટોના વેચાણો 24,751 યુનિટ સાથે 26.7 ટકા ઘટ્યા હતા. જે ગતવર્ષે 33,789 યુનિટ વેચાણ હતું.
હોન્ડા મોટર્સ વેચાણો 16 ટકા વધ્યા
હોન્ડા કાર્સ ઈન્ડિયા લિ.ના સ્થાનિક વેચાણો ફેબ્રુઆરીમાં 13,527 યુનિટ સાથે 16 ટકા વધ્યા છે. ગતવર્ષે 11,650 યુનિટ વેચાયા હતા. તેના એમેઝ, હોન્ડા સીટી, અને વીઆર-વી જેવા મોડેલના વેચાણો સ્થિર રહ્યા હતા. કંપનીએ જણાવ્યા પ્રમાણે, હાલ ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ યોગ્ય નથી. ટૂંકસમયમાં જ માર્કેટ તેજીમાં આવશે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 17 ટકા વૃદ્ધિ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પેસેન્જર વાહનોના વેચાણો ગતવર્ષની 22,389 યુનિટની તુલનાએ 17 ટકા વધી 26,109 યુનિટ વધી છે.
ટાટા મોટર્સના વેચાણો 3 ટકા ઘટ્યા: તાતા મોટર્સે ફેબ્રુઆરીમાં 57,221 ગાડીઓ વેચી છે. આ આંકડો ગતવર્ષે 58,993 હતો.
ટુ વ્હીલર્સ સેગમેન્ટમાં વૃદ્ધિ
કંપની ફેબ્રુ19 (વેચાણ) ફેબ્રુ18 (વેચાણ) તફાવત
સુઝુકી 65,630 51,831 27%
ટીવીએસ 2,99,353 2,90,673 3%
હીરો મોટોકોર્પ 6,17,215 6,29,597 -1.96%
બજાજ  3,93,089 3,57,883 10%
રોયલ એનફિ. 62,630 73,077 -14%

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here