હોમગ્રાઉન્ડમાં મોદીને ઘેરવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે આવશે ગુજરાત, જાણો કોણ આવી રહ્યુ છે

0
24

આગામી 28મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ કેન્દ્રિય કાર્યકારિણીની બેઠક ગુજરાતમાં મળશે. ગુજરાતમાં રાહુલ ગાંધી, પ્રિયંકા, સોનિયા અને મનમોહનસિંહની હાજરીમાં અડાલજમાં મોટી મહાસભા યોજાવા જઈ રહી છે. અમદાવાદમાં પ્રિયંકા અને રાહુલનો રોડ શો પણ યોજાશે. કોંગ્રેસ મોદીને પોતાના હોમગ્રાઉન્ડમાં ઘેરવાની રણનીતિ બનાવી રહી છે. જેના પગલે CWCની બેઠક ગુજરાતમાં યોજવાનું કોંગ્રેસે નક્કી કર્યું છે.

આ નેતાઓ રહેશે હાજર

જેનાં ભાગરૂપે આજે ૨૭ તારીખે ગુજરાતમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના ખજાનચી અને વરિષ્ઠ નેતા એહમદ પટેલ, લોકસભા વિપક્ષનાં નેતા અને પૂર્વ મંત્રી મલ્લિકાર્જુન ખડગે, આ સાથે પૂર્વ કેન્દ્રિય ઉદ્યોગ પ્રધાન આંનદ શર્મા, પૂર્વ કેન્દ્રીય નાંણાં મંત્રી પી.ચિદમ્બરમ, પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ વાસનિક, પૂર્વ કેન્દ્રીય મંત્રી કે.સી.વેણુગોપાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અંબિકા સોની, રાજ્યસભામાં વિપક્ષનાં નેતા ગુલાબનબી આઝાદ, પૂર્વ સંરક્ષણ પ્રધાન એ કે એન્ટોની હાજર રહેશે. લોકસભા ચૂંટણી આવી રહી છે, ત્યારે કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ કરી રહી છે. 28મી ફેબ્રુઆરીએ કોંગ્રેસની કારોબારી બેઠક મળશે. બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.

આ સાથે જ કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં ઉત્તરાખંડનાં પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવત, આસામનાં પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈ, કેરળનાં પૂર્વ સીએમ ઓમાન ચાંડી સહિતનાં નેતાઓ ગુજરાતમાં ધામા નાંખશે. આ નેતાઓ અમદાવાદમાં બે દિવસ રોકાઈ ચૂંટણીની રણનીતિ ઘડશે. આ સાથે જ મોદી સરકારને તેમના જ હોમટાઉનમાં કેવી રીતે ઘેરી શકાય તેની ચર્ચા કરાશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here