Wednesday, September 28, 2022
Homeહોમલોન શરૂ હોય તો આ બેંકની સ્કિમમાં ટ્રાન્સફર કરો, બચી જશે હજારો...
Array

હોમલોન શરૂ હોય તો આ બેંકની સ્કિમમાં ટ્રાન્સફર કરો, બચી જશે હજારો રૂપિયા

- Advertisement -

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા રેપો રેટ 25bpsનો ઘટાડો કરતા 6.5 % થી ઘટાડીને 6.25 % કરી દીધો છે. કેન્દ્રીય બેન્કના આ ઘટાડા પછી પણ જો તમારી બેંક લોનના વ્યાજ દર ઓછા નથી કરી રહી તો SBIની તરફથી મળતી આ ઑફરને ચોક્કસ તેમને ફાયદો અપાવી શકે છે.  આ ઑફર અંતર્ગત તમે હોમ લોન SBIમાં ટ્રાન્સફર કરાવી શકો છો, જેના માટે બેંક તમારી પાસેથી કોઇપણ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ લેશે નહી.

જોકે લોન ટ્રાન્સફર કરતા સમયે એક બાબત ચોક્કસ ધ્યાન રાખવા જોવી છે. જોકે તમારી હાલની બેંક એટલે કે જ્યાંથી લોન શરૂ છે અને નવી બેંક એટલે કે SBIના વ્યાદ દરમાં મોટું અંતર હોવુ જોઇએ. તો જ તમને ફાયદો થશે. બાકીની ફકત લોન ટ્રાન્સફરની પ્રોસિઝર થશે તમારો EMI તેટલો જ રહેશે.

SBIએ હોમલોન ટ્રાન્સફર પર ઝીરો પ્રોસેસિંગની ફીની ઓફર ગ્રાહકોને આપી રહી છે. બેંક તમને સાથે સાથે સસ્તા દરે ફાયદો પણ આપે છે. જોકે SBIની આ ઓફર માત્ર આ મહિના એટલે કે 28 ફેબ્રુઆરી 2019 સુધી જ વેલિડ છે. તેથી જો તમારે પણ હોમ લોન લેવી હોય તો તેની પ્રોસેસ 28 ફેબ્રુઆરી પહેલા શરૂ કરી દો. SBIએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ અંગેની માહિતી આપી છે.

આ ઓફર માટેની શરતો:

SBIની સ્કીમને બેલેન્સ ટ્રાન્સફર હોમ લોન કહેવામાં આવે છે. જે અંતર્ગત SBI તરફથી માત્ર અન્ય બેન્કોમાંથી હોમલોન લેનારા લોકોને આકર્ષવા માટે સ્કિમ  આપવામાં આવી રહી છે. આ સ્કિમ અંતર્ગત જો તમે પણ હોમલોન ટ્રાન્સફર કરવા માંગો છો તો બેંકની કેટલીક શરતાને તમે માન્ય કરતા હોવા જોઇએ. જેમ કે તમે ઓછામાં ઓછા 12 મહિનાની લોનની ચૂકવણી કરી હોય. સાથોસાથ તમારો ક્રેડિટ સ્કોર પણ સારો હોવો જોઇએ.

SBIએ ગણાવ્યા પોતાની હોમલોનના ફાયદા:

બેંકની આ સ્કિમની જાહેરાત સાથે SBIમાંથી હોમલોન લેનારા લોકોને ક્યા ક્યા ફાયદા મળી શકે છે. તેની પણ જાણકારી આપી છે. જેમ કે ઓછામાં વ્યાદ દર, ઝીરો પ્રોસેસિંગ ફી, કોઇ હિડેન ચાર્જિસ નહી, પ્રી પેમેન્ટ પેનલ્ટી નહી, ડેઇલી રિડ્યુસિંગ બેલેન્સ પર વ્યાજ, 30 વર્ષમાં રી પેમેન્ટ કરવાનો ઑપ્શન વગેરે અનેક ગ્રાહકોને ફાયદો આપવામાં આવી રહ્યો છે. તેમાં પણ જો લોન મહિલાના નામે હોય તો વ્યાજ દરમાં વ્યાજ દરમાં ખાસ છૂટ આપવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular