હોળી પર આટલા દિવસો સુધી બેન્કો રહેશે બંધ, 19 માર્ચ સુધી પતાવી લો મહત્વના કામ

0
46

જો તમે હોળીની ખરીદી માટે કેશ ઉપાડવા અથવા તો અન્ય કોઇ જરૂરી કામ માટે બેન્ક જવાનું વિચારી રહ્યાં હોય તો તમારી પાસે ફક્ત કાલનો એટલે કે મંગળવારનો જ દિવસ છે. તે બાદ હોળીની રજાઓના લીદે બેન્ક ચાર દિવસ સુધી બંધ રહેશે. આ દરમિયાન એટીએમમાં પણ રોકડની તંગી થઇ શકે છે. જો કે વચ્ચે એક દિવસ માટે બેન્ક ખુલશે પરંતુ બે દિવસની રજાઓ બાદ બેન્ક ખુલતાં ભારે ભીડ રહેશે.

જો કે ચાર દિવસોમાં બેન્કોની રજાઓ અલગ-અલગ રાજ્યોના હિસાબે અલગ-અલગ હશે. તેવામાં તમારા માટે તે જાણવું જરૂરી છે કે તમારા રાજ્યમા આગામી 4-5 દિવસ સુધી બેન્કો બંધ રહેશે કે નહી.

20 અને 21 માર્ચે હોળીની રજા

20મી માર્ચ (બુધવાર)ના રોજ હોળીને કારણે દહેરાદૂન, કાનપુર, લખનઉ અને રાંચીમાં રજા રહેશે. 21મી માર્ચના રોજ ધૂળેટી છે એટલે કે ગુરુવારે મોટા ભાગના રાજ્યમાં બેંકમાં રજા રહેશે.

25 માર્ચે ખુલશે બેન્ક

22મી માર્ચના રોજ શુક્રવારે બિહાર ડે છે, આ કારણે બિહારમાં બેંકોમાં રજા રહેશે. 23મી માર્ચના રોજ ચોથો શનિવાર હોવાને કારણે અને 24મી માર્ચના રોજ રવિવારે હોવાથી બેંક બંધ રહેશે. આથી 21થી લઈને 24મી માર્ચ સુધી રજા રહેશે.

ગુજરાતમાં 21મી માર્ચ એટલે કે ગુરુવારના દિવસે બેંકોમાં ધુળેટીની રજા રહેશે. ત્યાર બાદ શુક્રવારે બેંક ચાલુ રહેશે. જે બાદમાં ચોથો શનિવાર અને પછીના દિવસે રવિવાર આવતો હોવાથી બે દિવસ સુધી બેંક બેંધ રહેશે. માટે જો કોઇ બેંકના કામ હોય તો આવતી કાલ સુધી પતાવી લેવા જોઇએ. તેનો અર્થ એ છે કે બેન્ક સીધી સોમવાર એટલે કે 25 માર્ચે જ ખુલશે. તેવામાં જો તમારે કોઇ જરૂરી કામ હોય તો તમે આવતીકાલ એટલે કે મંગળવાર સુધીમાં પતાવી શકો છો.

જણાવી દઇએ કે લાંબી રજાઓના કારણે અને તહેવારના કારણે લોકોને એટીએમમાં કેશની તંગી સામે ઝઝૂમવુ પડી શકે છે. જો કે બેન્ક અધિકારીઓનું કહેવું છે કે તહેવારની સીઝનને ધ્યાનમાં લઇને એટીએમમાં કેશને લઇને પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here