Monday, February 10, 2025
Homeહ્યુન્ડાઈ વેન્યુ Venueને 1 મહિનામાં જ 33 હજાર બુકિંગ મળ્યું, એક દિવસમાં...
Array

હ્યુન્ડાઈ વેન્યુ Venueને 1 મહિનામાં જ 33 હજાર બુકિંગ મળ્યું, એક દિવસમાં 1 હજાર યુનિટની ડિલીવરી

- Advertisement -

હ્યુન્ડાઈ Venueના લોન્ચ થયાને એક મહિનો વીતિ ચૂક્યો છે. ગત 21 મેનાં રોચ આ કાર લોન્ચ થઈ હતી. તેના પહેલાંથી જ કંપનીએ બુકિંગ શરૂ કરી દીધું હતું. હવે કસ્ટમર્સને બુકિંગ મુજબ ડિલિવરી પણ મળી રહી છે. લોન્ચ થયાના એક મહિનામાં જ આ કનેક્ટેડ કાર માટે કંપનીને 33,000 યુનિટનું બુકિંગ મળી ગયું છે. બીજી તરફ કંપનીએ એવી જાણકારી આપી છે કે, કાર લોન્ચ થયાના ઠીક એક મહિના બાદ એટલે કે 21 જૂને આ કારનાં એક હજાર યૂનિટની ડિલીવરી કરવામાં આવી છે.

Venue હ્યુન્ડાઈની પ્રથમ સબકોમ્પેક્ટ સેગમેન્ટની પહેલી SUV છે. આ સેગમેન્ટમાં હાલ મારુતિ સુઝુકી Vitara Brezzaનો દબદબો ચાલી રહ્યો છે. Hyundai Venue બે પેટ્રોલ એન્જિન અને એક ડીઝલ એ્જિન ઓપ્શન સાથે આવે છે. તેના મોર્ડન ટર્બો ચાર્જડ 1.0 GDI એન્જિનની સૌથી વધુ માગ વર્તાય રહી છે. તેમાં પણ ગ્રાહકો સૌથી વધુ નવી DCT અથવા ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન વેરિઅન્ટને પસંગ કરી રહ્યા છે.

Hyundai Venue કોમ્પેક્ટ SUV એવી કાર છે જે આ સેગમેન્ટમાં ખૂબ લોકપ્રિય બની રહી છે. આ કારની માર્કેટમાં સ્પર્ધા મારુતિ સુઝુકીVitara Brezza, ટાટા Nexon, મહિન્દ્રા XUV300 અને ફોર્ડ EcoSport સાથે થઈ રહી છે. હ્યુન્ડાઈએ આ સેગમેન્ટમાં ભલે મોડેથી એન્ટ્રી કરી પરંતુ તે એક કનેક્ટેડ એસયુવી છે જે ભારતમાં લોન્ચ થનારી પહેલી કાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular