૧૦ ટકા અનામત બાદ ગુજરાત યુનિવર્સિટીની ભરતી અંગે આવ્યા મોટા સમાચાર

0
44

અમદાવાદ: ગુજરાતમાં સવર્ણોને ૧૦ ટકા અનામતના કાયદાનો અમલ શરૂ થઇ ગયો છે સાથે તેના નિયમો તૈયાર ન થાય ત્યાં સુધી તમામ સરકારી નોકરી માટેની ભરતી પ્રક્રિયા સ્થગિત રાખવાની સૂચના જારી કરી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વહીવટી જગ્યાઓની ભરતી અંગે જાહેરાત બહાર પાડવામાં આવી હતી પરંતુ હાલમાં ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામા આવી છે.

ગુજરાત યુનિવર્સિટી વહીવટી જગ્યાઓ માટે તારીખ ૨૬/૧૨/૨૦૧૮ના રોજ અલગ અલગ જગ્યા માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં ઇલેક્ટ્રોનિક ઈજનેર,વોર્ડન લેસીઝ હોસ્ટલ ફીમેલ,સ્ટોરકીપર,લેબોરેટરી આસિસ્ટન્ટ ,હેડ કલાર્ક તેમજ અન્ય વહીવટી જગ્યા ભરતી કરવાની હતી.

પરંતુ સરકાર દ્વારા ૧૦ ટકા અનામત કાયદાનો અમલ કર્યો છે ત્યારે અમલ ને લઈને યુનિ.માં પણ સવર્ણોને લાભ મળે તે માટે અને સરકાર તરફ કોઈ નિયમો બહાર ન પડે ત્યાં સુધી ભરતી પ્રક્રિયા સ્થાગિત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ વર્ગ ૧ થી ૩ની ૪૦૦૦ જેટલી જગ્યાઓની ભરતી માટેની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે. વર્ગ ૩ની જ વિવિધ જગ્યાઓ માટે ૧૦ લાખથી વધુ ફોર્મ ઉમેદવારોએ ફોર્મે ભર્યા છે, જીપીએસસી દ્વારા સત્તાવાર આદેશ જારી કરીને ભરતીની જાહેરાત અપાઈ હોય,ફોર્મ પણ ભરાઈ ગયાં હોય પરંતુ પ્રિલિમિનરી પરીક્ષા બાકી હોય તેવી તમામ ભરતી અટકાવી દેવામાં આવી છે.

ડોક્ટર,પ્રોફસર,પોલીસ ઇન્સ્પેક્ટર,મોટર વિહિકલ ઇન્સ્પેક્ટર સહિતની ૭૮ કેટેગરીની અંદાજે ૧૬૦૦ જેટલી જગ્યા,ક્લાર્ક ૨૨૦૦ જગ્યા માટે ૮.૫ લાખ,કચેરી અધિક્ષક ૭૦જગ્યા માટે એક લાખ,ટેક્નિકલ કેડર માટે ૧૩૦ જગ્યા માટે ૨૦ જગ્યાની પ્રક્રિયા ચાલતી હતી.

જેની પરીક્ષા ૨૦ જાન્યુઆરીથી ૩૧ માર્ચ દરમિયાન નિયત કરાવમાં આવી હતી જેની ઉપર હાલ રોક લગાવી દીધી છે,જ્યાં સુધી અનામત કાયદાના નિયમ બહાર ન પડે ત્યાં સુધી ભરતી થશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here