૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના દોષીતોને છોડવામાં નહિ આવે : પીએમ મોદી

0
30

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીખ વિરોધી રમખાણો મુદ્દે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા,સાથે કરતારપુર સાહીબ મુદ્દે પણ આરોપો લગાવ્યા હતા. ગુરુ ગોવિંદસિંહની ૩૫૦મી જન્મજયંતીએ તેમના સન્માનમાં વિશેષ ૩૫૦ રૂપિયાનો સિક્કાને જાહેરમાં મુકતી વેળાએ મોદીએ ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો તેમજ કરતારપુરને યાદ કર્યા હતા. મહિના પહેલા જ કરતારપુર કોરિડોરને ભારત અને પાકિસ્તાને ખુલ્લો મુક્યો હતો. જેને પગલે બન્ને દેશના નાગરીકો માટે આ વિસ્તારોમાં વિઝા વગર અવર જવર શક્ય બની છે. કરતારપુર શીખોનું ધાર્મિક સ્થળ માનવામાં આવે છે પણ ભાગલા સમયે તે પાકિસ્તાનમાં રહી ગયું હતું.

મોદીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ ઇચ્છેત તો કરતાપુરને ભારતમાં સામેલ કરી શકી હોત પણ સરહદેથી માત્ર થોડે જ દુર આવેલા શીખોના આ ધાર્મિક સ્થળને ધ્યાન પર ન લીધુ. મોદીએ જણાવ્યું હતું કે ૧૯૪૭માં ઓગસ્ટ મહિનામાં આ ભુલ થઇ હતી. આ ધાર્મીક સ્થળ આપણા માટે અતી મહત્વનું છે કેમ કે આપણા ગુરુનું તે સ્થાન છે. ભારતથી માત્ર થોડા જ કિમી દુર હોવા છતા તેને સામેલ ન કરી શક્યા તે શરમજનક કહેવાય. આ સ્થળ પર જવા માટે શીખોએ પાકિસ્તાનના વિઝા લેવા પડતા હતા પણ હવે બન્ને દેશો વચ્ચે કોરિડોર બનતા તે અડચણને દુર કરવામા આવી છે.

આ દરમિયાન ગુરુ ગોવિંદસિંહના માનમાં કેન્દ્ર સરકારે વિશેષ ૩૫૦ રૂપિયાનો ચાંદીનો સિક્કો પણ બહાર પાડ્યો હતો, આ દરમિયાન પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ, પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જે.એસ. કેહર અને અન્ય અનેક શીખ નેતાઓ પણ હાજર રહ્યા હતા. વડા પ્રધાનના નિવાસ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોદીએ આ દરમિયાન ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોને પણ યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ સરકાર શીખ વિરોધી રમખાણોમાં સામેલ દરેક દોષીતને સજા આપશે અને પીડિતોને ન્યાય અપાવીને જ રહેશે. મોદીએ જણાવ્યું હતું કે શીખ માતાઓ-બહેનો કે જેઓ વર્ષોથી ન્યાય માટે આંસુ વહાવી રહી છે તેમના આ આંસુ લુછવા માટે સરકાર દરેક પ્રકારના પ્રયાસો કરી રહી છે અને ન્યાય થશે. સાથે મોદીએ જાહેરાત કરી હતી કે ગુરુ નાનકની ૫૫૦મી જન્મજયંતીને સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here