૨૦૫ વર્ષ જૂના લોર્ડ્સનું ૪૫૦ કરોડના ખર્ચે રિનોવેશન કરાશે

0
17

ઈંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડનું રિનોવેશન કરવામાં આવનાર છે. ૨૦૫ વર્ષ જૂના આ મેદાનની માલિકી ધરાવતી મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC) બેઠક વ્યવસ્થા વધારવા ઇચ્છે છે. આની મંજૂરી માટે MCC છેલ્લાં બે વર્ષથી પ્રયાસ કરી રહી હતી. ભૂતકાળમાં ક્લબની વાર્ષિક બેઠકમાં પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો, જે પાસ નહોતો થઈ શક્યો. જોકે હવે આ પ્રસ્તાવ પાસ થઈ ગયો છે અને મે-જૂન મહિનામાં ઈંગ્લેન્ડમાં રમાનાર ક્રિકેટ વર્લ્ડકપ અને ત્યાર બાદ યોજાનાર એશીઝ ટેસ્ટ બાદ રિનોવેશનનું કામ શરૂ કરી દેવાશે.

હાલમાં કામ શરૂ કરવા માટે તારીખ ૨૪ ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. મેદાનનાં બે સ્ટેન્ડ – એલ્ડ્રિચ અને ક્રોમ્પ્ટનનું રિનોવેશન કરાશે. આ બંને સ્ટેન્ડ લોર્ડ્સના મુખ્ય આકર્ષણ મીડિયા સેન્ટરની આજુબાજુમાં બનેલાં છે. ખાસ વાત એ છે કે લગભગ ચાર હજાર બેઠક વધારવા માટે લગભગ રૂ. ૪૫૦ કરોડનો ખર્ચ કરાશે. હાલ લોર્ડ્સની બેઠક વ્યવસ્થા લગભગ ૨૭,૦૦૦ દર્શકોની છે.

રિનોવેશન બાદ લગભગ ૩૧,૦૦૦ દર્શકો અહીં બેસી શકશે. એલ્ડ્રિચ અને ક્રોમ્પ્ટન સ્ટેન્ડમાં બે-બે હજાર દર્શકોની સીટ વધારવામાં આવશે. મીડિયા સેન્ટરની બાજુમાં આવેલા હોવાથી આ બંને સ્ટેન્ડ વીઆઇપી છે. હવે તેને એવી રીતે ડિઝાઇન કરાશે કે જેથી અહીં બેઠેલા દર્શકોને મેચ વધુ સ્પષ્ટ દેખાશે. આ બંને સ્ટેન્ડ્સમાં ભવ્ય બાથરૂમ, કેટરિંગ અને વ્હિલચેર સુધીની બધી જ વ્યવસ્થા કરાશે.

રિનોવેશનનું કામ પૂરું કરવાની ડેડલાઇન ૨૦૨૦ની રાખવામાં આવી છે, જેથી ૨૦૨૧ની સિઝનમાં ફરીથી લોર્ડ્સ પર મેચ યોજી શકાય. આ વર્ષે રમાનારા વર્લ્ડકપની ફાઇનલ સહિતની કુલ પાંચ મેચ લોર્ડ્સ પર રમાવાની છે. વર્લ્ડકપના મુકાબલા ૩૦ મેથી શરૂ થઈ રહ્યા છે. વર્લ્ડકપની ફાઇનલ ૧૪ જુલાઈએ લોર્ડ્સમાં જ રમાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here