Friday, March 29, 2024
Homeઅમદાવાદ : જમાલપુર વિસ્તારમાં Corona વાયરસના કેસમાં ઘટાડો થઈ ગયો, શું છે...
Array

અમદાવાદ : જમાલપુર વિસ્તારમાં Corona વાયરસના કેસમાં ઘટાડો થઈ ગયો, શું છે કારણ?

- Advertisement -
કોરોનાના કેસોની સંખ્યાને જમાલપુરમાં કેવી રીતે કાબૂ કરવામાં આવી તે જાણવા રસપ્રદ છે. પાલિકાની કામગીરીએ કોરોનાને જમાલપુરમાં નિયંત્રણમાં લાવી દીધો છે.
  • કોરોનાના કેસોની સંખ્યાને જમાલપુરમાં કેવી રીતે કાબૂ કરવામાં આવી તે જાણવા રસપ્રદ છે. પાલિકાની કામગીરીએ કોરોનાને જમાલપુરમાં નિયંત્રણમાં લાવી દીધો છે.

અમદાવાદ: કોરોના વાયરસ અને અમદાવાદની તસવીર અને તાસીર જાણે કે સિક્કાની બે બાજુ છે. અમદાવાદ શહેરમાં ના કોઈ લગ્નપ્રસંગ ધામધૂમ થી થયો કે ના તો કોઈ ધાર્મિક કાર્યક્રમ. ત્યાં સુધી કે 142 વર્ષથી ચાલી આવતી રથયાત્રાની પરંપરા પણ કોરોનાવાયરસ ને કારણે તૂટી ગઈ.

23મી જૂન અને આજનો દિવસ અમદાવાદ શહેરમાં મોટો બદલાવ લઈને આવ્યો છે કારણ કે અમદાવાદ શહેરમાં કોરોનાવાયરસ કેસ ઘટી ગયા છે. આવો સૌ પ્રથમ આપને બતાવીએ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ચિંતા કે જ્યાં કોરોનાવાયરસ ના હાલ નવ જેટલા કેસ છે અને છેલ્લા દસ દિવસમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

અમદાવાદ શહેરમાં કોરોનાવાયરસ ના કેસ ઘટવાનું કારણ જાણવા માટે અમે જમાલપુર વિસ્તાર પહોંચ્યા અહી જમાલપુર વિસ્તારના ડોક્ટર અશોસીયેશન ના પ્રમુખ ડૉ ઝાકીર શેખ નો સંપર્ક કર્યો જેમને જણાવ્યું કે જમાલપુર વિસ્તારમાં કોરોનાવાયરસના શહેર બાદ 2 મહિના પહેલાં તમામ ડોક્ટરો ક્લિનિક ખોલી નાખ્યા હતા. જેને લઇને લોકોને પ્રાથમિક તબક્કે જ સારવાર મળવાની શરૂ થઈ ગઈ હતી. એટલું જ નહીં ઘરે ઘરે તમામને પ્રાથમિક આલ્બમ અને ઇમ્યુનિટી સિસ્ટમ વધારવા માટેની ગાઈડ લાઈન અંગે પણ જાણ કરવામાં આવી જેને લોકો એ સારી રીતે અનુસરી એ સિવાય ગીચ વિસ્તાર હોવા છતાં લોકો એ કામ વગર ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું જેની અસર સારી જોવા મળી.

જમાલપુર વિસ્તારમાં એક સમયે હતો મોત નો ખોફ

એક સમયે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કન્ટેન્ટ મેંટ ઝોન નક્કી કરીને તમામ વિસ્તારોને લોક કરવામાં આવ્યા હતા પરંતુ હવે અમદાવાદના પૂર્વ વિસ્તાર કરતા પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે કે જોવા મળી રહ્યા છે.અમદાવાદ મહાનગર પાલિકાના ચોપડે જે આંકડો બોલે છે તેમાં unlock વન બાદ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કેસીસ માં વધારો જોવા મળ્યો છે. સ્થાનિક કાઉન્સિલર કહી રહ્યા છે કે કેસમાં વધારાના પાછળનું કારણ લોકો ની બેદરકારી છે. એ જ રીતે જો ખાલી જમાલપુર વિસ્તારની વાત કરીએ તો અહીં એક સમયે 700 થી પણ વધારે એક્ટિવ કેસની સંખ્યા હતી જ્યારે આ વિસ્તારમાંથી દસથી વધારે લોકોના મૃત્યુ થતાં હતા. એટલું જ નહિ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ રોજ નાહી 50થી 60 જેટલા કેસ મળી આવતા હતા

અમદાવાદ મહા નગર પાલિકાની શું છે યોજના ?

અમદાવાદ મહાનગરપાલિકાની યોજના અને સ્ટેજ વિશે પૂછતા અમદાવાદના પ્રથમ નાગરિક મેયર બિજલ પટેલે કઈ પણ કહેવાનું ટાળ્યું હતું. જોકે આ વચ્ચે આરોગ્ય વિભાગ તરફથી મેડિકલ હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીના જણાવ્યા પ્રમાણે કેસ ઘટવાનું કારણ સોશિયલ distance અને લોકોના ઈમ્યુનિટી પાવર વધારવાની જાગૃતતા કામ કરી ગઈ છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ધનવંતરી રથ મજબૂત પાસું છે.

શહેરમાં હાલ 125 જેટલા ધનવંતરી રથ ફરી રહ્યા છે જે લોકોને બીમાર હોય તો મફતમાં સારવાર આપે છે અને સાચી સલાહ પણ આપે છે. આ અંગે ધન્વંતરી ર થમાં ફરજ બજાવતા ડોક્ટર નિરાલી ગોંડલીયા ના કહેવા પ્રમાણે તેમની ડ્યુટી પ્રેમ દરવાજા અને દરિયાપુર વિસ્તારમાં છે અને અહીંના દરેક વિસ્તારમાંથી લોકો કોઈપણ પ્રાથમિક સુવિધા જોઈતી હોય તો તરત જ ધન્વંતરી રથ માં આવે છે. અહીં તેમને દવા પણ આપવામાં આવે છે અને શંકાસ્પદ લાગે તેવા કેસને હોસ્પિટલમાં રિફર પણ કરવામાં આવે છે. લોકો કોરોનાવાયરસ ને કારણે હવે સામે ચાલીને ચેકઅપ કરાવવા માટે આવે છે. આમ તો કોરોનાવાયરસ નો કેસ ઝીરો થઈ જાય તેવી તમામ ની લાગણી છે. જો એવું થશે તો જ ફરી એકવાર અમદાવાદ સંપૂર્ણપણે બેઠું થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular