Friday, March 29, 2024
Homeઅમદાવાદ : ATMમાં ચેડા કરી પૈસા ન મળ્યા હોવાની કહી છેતરપિંડી કરનાર...
Array

અમદાવાદ : ATMમાં ચેડા કરી પૈસા ન મળ્યા હોવાની કહી છેતરપિંડી કરનાર શખ્સની ધરપકડ

- Advertisement -

અમદાવાદ: ચાંદેખડાના ન્યૂ સીજી રોડ પર આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં યુવકે ચેડા કરી પૈસા લઈ છેતરપિંડી કરી છે. એટીએમમાંથી પૈસા લીધા બાદ અન્ય બેંકમાં જઈ પૈસા ન મળ્યા હોવાનું કહી કુલ રૂ. 1.54 લાખ લઈ લીધા હતા. ચાંદખેડા પોલીસે આરોપી સુરતના હરેશ પટેલની ધરપકડ કરી છે.


જાન્યુઆરી મહિનામાં એટીએમમાં કેશ અને થયેલા વ્યવહારોનો હિસાબ ન મળતા એટીએમની સિસ્ટમની તપાસ કરવામાં આવી હતી. જોકે એટીએમની સિસ્ટમ બરાબર હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ એક જ ગ્રાહકનો એટીએમ માંથી પૈસા ન મળ્યા હોવાનો ક્લેમ આવતો હતો. જેના પગલે તપાસ કરાતા સુરતની હરિપુરા શાખામાં ખાતું ધરાવતા હરેશ પટેલ નામના વ્યક્તિનો ક્લેમ થતો હોવાનું બહાર આવ્યું હતું.

સીસીટીવી ફૂટેજની તપાસ કરતા આજ શખ્સે 11 વખત કાર્ડ દ્વારા પૈસા કાઢ્યા હતા અને એટીએમની અંદર ચેડા કર્યા હતા. એટીએમમાં હાર્ડવેયર એરર હોવાનું કહી પૈસા ન મળ્યા હોવાનું ક્લેમ કરતો હતો. અલગ-અલગ તારીખે કુલ રૂ.1.54 લાખ કાઢી લેતા ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular