Thursday, April 18, 2024
Homeઅમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીનો દાવો- પાક સમર્થિત આતંકી સંગઠન ભારત પર હુમલા ચાલુ...
Array

અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીનો દાવો- પાક સમર્થિત આતંકી સંગઠન ભારત પર હુમલા ચાલુ રાખશે

- Advertisement -

વોશિંગ્ટન: અમેરિકાની એક ઈન્ટેલિજન્સ એજન્સીએ દાવો કર્યો છે કે, પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન ભારત અને અમેરિકા પર તેમના હુમલા ચાલુ રાખશે. અમેરિકાની નેશનલ ઈન્ટેલિજન્સના ડિરેક્ટર ડૈન કોટ્સના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન આતંકવાદ નિરોધી અભિયાન ઉપર ફોકસ નથી કરી રહ્યું. તેઓ માત્ર એવા જ આતંકીઓ સામે પગલાં લે છે જે તેમના માટે જોખમી છે.

આતંકી સંગઠન પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરશે- રિપોર્ટ
  • કોટ્સે ઈન્ટેલિજન્સના મુદ્દા પર બનેલા અમેરિકન સંસદની સિલેક્ટ કમિટીને જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા સમર્થિત આતંકી સંગઠન ભારત, અફઘાનિસ્તાન અને અમેરિકન હિતો વિરુદ્ધ હુમલા કરવા અને કાવતરાં ઘડવા માટે ત્યાંની જમીનનો ઉપયોગ કરતાં રહેશે.
  • અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીએ સિલેક્ટ કમિટી સામે રિપોર્ટ રજૂ કર્યો છે. તેમાં સમગ્ર દુનિયામાં પર સર્જાઈ રહેલા જોખમ વિશે ખુલાસો કરવામાં આવ્યો છે. કોટ્સ સિવાય ભારતથી પરત આવેલા સીઆઈબી ચીફ જિના હેસ્પલ, એફબીઆઈ ડિરેક્ટર ક્રિસ્ટોફર રે અને અમેરિકન રક્ષા ઈન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટર રોબોર્ટ એશ્લી પણ કમિટીની સામે રજૂ થયા હતા.
  • કોટ્સે કહ્યું કે, ભારતમાં લોકસભા ચૂંટણી દરમિયાન સાંપ્રદાયિક હિંસા ભડકી શકે છે. જ્યારે અફઘાનિસ્તાનમાં જુલાઈમાં થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તાલિબાન પર મોટો હુમલો અને આંતકીઓ વિરુદ્ધ પાકિસ્તાનના વલણના કારણે 2019માં દક્ષિણ એશિયાઈ દેશો માટે પડકાર વધી શકે છે.
  • કોટ્સના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ભારત અને ચીનના સંબંધો તણાવપૂર્ણ રહી શકે છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીન રાષ્ટ્રપતિ શી જિંગપિંગ બંને દેશો વચ્ચે સંબંધ સુધારવાના પ્રયત્નો કરશે તેમ છતાં બંને દેશો વચ્ચે તણાવ રહેવાની શક્યતા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular