Friday, March 29, 2024
Homeઅમેરિકા : H1-B વિઝા માટે એપ્લિકેશન ફી વધવાની શક્યતાઓ, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનો નવો...
Array

અમેરિકા : H1-B વિઝા માટે એપ્લિકેશન ફી વધવાની શક્યતાઓ, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનો નવો પ્રસ્તાવ રજૂ

- Advertisement -

વોશિંગ્ટનઃ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને એચ1-બી વિઝાની એપ્લિકેશન ફીને વધારવાનો પ્રસ્તાવ આપ્યો છે. મંત્રી એલેક્ઝાન્ડર એકોસ્ટાએ અમેરિકન સાંસદોને જણાવ્યું કે, ટ્રેનિંગ પ્રોગ્રામને વધુ પ્રોત્સાહન આપવા માટે ફી વધારવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ કાર્યક્રમથી અમેરિકન યુવાઓને ટેક્નોલોજી સંબંધિત ગતિવિધિઓ માટે પ્રશિક્ષણ આપવામાં આવે છે.

ભારતની આઇટી કંપનીઓ પર આર્થિક બોજ વધશે

મંત્રી એલેક્ઝાન્ડર એકોસ્ટાએ એ સ્પષ્ટ નથી કર્યુ કે, એચ1-બી માટે એપ્લિકેશન ફીમાં કેટલા વધારાનો પ્રસ્તાવ છે અને તે કઇ કઇ શ્રેણીઓમાં લેવામાં આવશે. પૂર્વ અનુભવોના આધારે જોવામાં આવે તો એચ1-બી એપ્લિકેશન ફી વધવાથી ભારતની આઇટી કંપનીઓ પર આર્થિક બોજ વધશે.

જુલાઇ 2017માં અમેરિકન અધિકારીઓના એક રિપોર્ટ અનુસાર, એચ1-બી વિઝા માટે સૌથી વધુ ભારતીયો અપ્લાય કરે છે. ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ અનુસાર, 2007થી 2017 સુધી 22 લાખ ભારતીયોએ એચ1-બી વિઝા માટે એપ્લાય કર્યુ હતું, ત્યારબાદ ચીનનો નંબર આવે છે. ચીનમાંથી ત્રણ લાખ એપ્લિકેશન કરવામાં આવી હતી.

અમેરિકન ન્યૂઝ અનુસાર, દર વર્ષે 100000થી વધુ વિદેશી શ્રમિકોને એચ1-બી વિઝા પર અમેરિકા લાવવામાં આવે છે અને તેઓને અહીં 6 વર્ષ સુધી રહેવાની અનુમતિ આપવામાં આવે છે.

કોંગ્રેસમેન પૉલ ગોસરે કહ્યું, આપણે આપણાં નાગરિકોને સૌથી પહેલાં રાખીએ અને અમેરિકન વર્કર્સની રક્ષા કરીએ. મહેનત અને વધુ કુશળ અમેરિકન પુરૂષ અને મહિલાઓ એચ1-બી વિઝાને લઇને છેતરપિંડી અને દુર્વ્યવહાર અંગે પોતાની મુશ્કેલીઓ જણાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular