Friday, March 29, 2024
Homeઅરવલ્લી જીલ્લા માં હોળી નો મહિમા
Array

અરવલ્લી જીલ્લા માં હોળી નો મહિમા

- Advertisement -

 

 

હોળી એટલે કલયુગ ઉપર સત્યનો વિજય.ભક્ત પ્રહલાદને તેની ફોઈએ પોતાના ખોળામાં લઇ ચિતા પર બેઠા ત્યારે તેમને વરદાન હતું કે પોતે આગમાં બળી શકતા નથી.ત્યારે ભક્ત પ્રહલાદ સત્યની સાથે ફોઈ હોલિકાના ખોળામાં હસતા-હસતા બેસી ગયા હતા અને હોલિકા આ ચિતા ઉપર બળીને ભસ્મ થઇ ગયી હતી.ત્યાર થી આ હોળી નો ઉત્સવ ઉજવાય છે અને હોડીના બીજા દિવસે તેની ખુશીમાં રંગ ઉડાડીને ખુશી વ્યક્ત કરી હતી.ત્યાર થી હોળી-ધૂળેટીનો પર્વ સાથે ઉજવાય છે.

 

 

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં વિવિધ જગ્યાઓએ હોળીનો મહિમા ઉજવાય છે ત્યારે મોડાસા શહેરમાં વર્ષોથી ચાલતી એક પ્રણાલિકા છે કે પહેલા શેઠની હવેલીમાં હોળી પ્રગટે છે ત્યાર બાદ મોડાસા ના સર્વે વિસ્તારોમાં તેની આગ લઈને પ્રગટાવે છે ત્યારે આ વખતે મોડાસામાં મેઘરજ રોડ ઉપર આવેલ હાઉસીગ સોસાયટી ના રહીસો ધ્વારા વૈદિક હોળી તૈયાર કરવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યમાં સ્વાઈન ફ્લુ જેવા રોગો એ માથું ઉચક્યું છે તેને ડામવા ગાયના છાણ અને કપૂર તથા લવિગ તજ જેવા આયુર્વેદિક ઔષધિઓ થી હોળી તૈયાર કરવામાં આવી હતી અને સોસાયટી તથા આજુબાજુના રહીશોએ હોલી ના આટા ફર્યા હતા તેનું વૈજ્ઞાનિક કારણએ પણ છે કોઈ પણ વ્યક્તિ હોળીના ફેરા ફરવાથી શરીર છિદ્રો ખુલી જવાથી પસીનો બહાર નીકળી જાય છે તેના કારણે શરદી અને કફ પણ આ હોળી ના શેક કારણે માટી જાય છે.

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular