Friday, March 29, 2024
Homeઅલ્પેશની વરાછા પોલીસે ધરપકડ કરી, કોર્ટમાં લઈ જતા સમયે બોલ્યો, 'જનતા કહેશે...
Array

અલ્પેશની વરાછા પોલીસે ધરપકડ કરી, કોર્ટમાં લઈ જતા સમયે બોલ્યો, ‘જનતા કહેશે તો ચૂંટણી લડીશ’

- Advertisement -

સુરતઃ વરાછા પોલીસ મથકમાં નોંધાયેલાં રાયોટીંગના ગુનામાં પાસ નેતા અલ્પેશ કથીરિયાની વરાછા પોલીસે ધરપકડ કરી હતી. ગત રોજ સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલાં સરકારી ફરજમાં અડચણના ગુનામાં અલ્પેશની ધરપકડ કરી હતી. જ્યારે આજે ફરી ધરપકડ કરી છે અને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં જતા સમયે અલ્પેશે કહ્યું હતું કે, જનતા કહેશે તો ચૂંટણી લડીશ. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજદ્રોહના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તેને વેલંજાના એક લગ્ન સમારોહમાંથી ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.

આજે વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગના ગુનામાં અલ્પેશ કથીરિયાનો લાજપોર સેન્ટ્રલ જેલમાંથી વરાછા પોલીસે આરોપીનો કબજો મેળવ્યો હતો. અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નોંધનિય છે કે, પાંચ જેટલા ગુના નોંધાતા અલ્પેશને અગાઉ રાજદ્રોહના કેસમાં મળેલાં જામીન સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવતા અલ્પેશ પોલીસ પકડથી બચવા ભાગતો ફરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરતાં સરથાણા પોલીસે તેની ધરપકડ કરી હતી. મોડી સાંજે અલ્પેશને ફરી સેન્ટ્રલ જેલ મોકલી અપાયો હતો. જ્યારે આજે વરાછા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂકર્યો હતો. હવે 22મી ફેબ્રુઆરીના રોજ હાઇકોર્ટમાં સેશન્સ કોર્ટના જામીન રદ કરવાના હુકમ સામે બચાવ પક્ષના વકીલ યશવંતસિંહ વાળા મારફત કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરાનારા છે.

અલ્પેશ કથીરિયાની વરાછા પોલીસે ધરપકડ કરી સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટ પરિસરમાં અલ્પેશે જણાવ્યું હતું કે, પાસના તમામ કાર્યકર્તાઓને જેલમાં મોકલવાનો કારસો છે. કદાચ બની શકે જેલમાંથી પણ પાસ લડાઈ લડી શકે. ચૂંટણી લડવા કરતા નડવામાં મને વધુ રસ છે. જોકે,જનતા કહેશે તો ચૂંટણી લડીશ.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular