Thursday, April 18, 2024
Homeઆઇસીસી : અમે આઇપીએલમાં દખલગીરી કરવા ઇચ્છતા નથી : ડેવ રિચર્ડસ
Array

આઇસીસી : અમે આઇપીએલમાં દખલગીરી કરવા ઇચ્છતા નથી : ડેવ રિચર્ડસ

- Advertisement -

સ્પોર્ટ્સ ડેસ્ક. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(આઇસીસી)એ સોમવારે સ્પષ્ટ કર્યું કે, તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માં કોઇ પ્રકારની દખલગીરી કરવા ઇચ્છતા નથી. આઇસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવ રિચર્ડસને કહ્યું- આઇસીસી ઇચ્છે છે કે બીજા દેશમાં પણ ટી-20 લીગ સારી રીતે થવી જોઇએ. અમે ભાગ્યશાળી છીએ કે ઘણી ટી-20 શાનદાર થઇ રહી છે. આઇપીએલે દરેક લીગ માટે બેંચમાર્ક સ્થાપિત કર્યા છે.

આઇપીએલની પદ્ધતિનું અનુકરણ કરવું જોઇએ : આઇસીસી

રિચર્ડસને જણાવ્યું, આઇપીએલ એક બેંચમાર્ક સ્થાપિત કર્યા છે, અને અમે આ પદ્ધતિનું અનુસરણ કરવાની સાથે દુનિયાભરમાં ટી-20 લીગના વિસ્તારનો રસ્તો સાફ કરવો જોઇએ. અમે ઇચ્છીએ છીએ કે અન્ય દેશોમાં આયોજીત થયેલી ટી-20 લીગ પણ વધુ સારી રીતે આયોજીત થાય.
ખબરો દ્વારા જાણવા મળ્યું હતું કે, આઇસીસી આઇપીએલમાં દખલગીરી કરવા માંગે છે. પરંતુ આઇસીસીના સીઇઓએ આ વાતને નકારી છે. આઇસીસી આઇપીએલને સંચાલિત કરવા માંગતુ નથી. આઇસીસી ફક્ત દુનિયાભરમાં રમતની ગરિમાની જાળવી રાખવા માંગે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular