Friday, April 19, 2024
Homeદેશઆગ્રાની આર મધુરાજ હોસ્પિટલમાં આગ લાગવાથી 3ના મોત

આગ્રાની આર મધુરાજ હોસ્પિટલમાં આગ લાગવાથી 3ના મોત

- Advertisement -

યુપીના આગ્રા જિલ્લામાં આર મધુરાજ હોસ્પિટલમાં બુધવારે સવારે ભીષણ આગ લાગવાથી દાખલ દર્દીઓ અને કર્મચારીઓમાં અફરા-તફરી મચી જવા પામી હતી. આગની લપેટમાં આવવાથી હોસ્પિટલના સંચાલક ડોક્ટર રાજન સિંહ, તેમનો પુત્ર ઋષિ અને પુત્રી શાલુની મોત થઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર કાઢી બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

આર મધુરાજ હોસ્પિટલમાં પહેલા માળે એક રૂમમાં રાખવામાં આવેલા ફોમના ગાદલામાં આગ લાગી ગઈ હતી. એ જ ફ્લોર પર હોસ્પિટલના સંચાલક ડૉ. રાજન, તેમના પિતા ગોપીચંદ, પત્ની મધુરજ, પુત્રી શાલુ, પુત્રો લવ અને ઋષિ તેમજ સંબંધી તેજવીર હતા. ગોપીચંદ અને લવી સવારે 5:00 વાગ્યે જાગી ગયા ત્યારે તેમણે ગાદલા વાળા રૂમમાં આગ લાગેલી જોઈ. તેણે ગાદલા બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. ત્યાં સુધીમાં આગનો ધુમાડો અંદર સુધી પહોંચી ગયો હતો. દરમિયાન ડો.રાજને અંદરનો ગેટ બંધ કરી દીધો હતો. આ પછી તે પરિવાર સાથે અંદર ફસાઈ ગયા હતા. ધુમાડો નીચે હોસ્પિટલ સુધી પણ પહોંચી ગયો હતો. આ દરમિયાન ચાર દાખલ દર્દીઓને સલામત રીતે બહાર કાઢીને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફાયર ફાઈટર પહોંચ્યા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ડૉ. રાજન, તેમની પુત્રી શાલુ અને પુત્ર ઋષિ આ ત્રણેય મોતની પુષ્ટિ થઈ છે. મોટા પુત્ર લવીની હાલત ગંભીર છે માતા મધુરાજ ઉર્ફે રાજરાની જોખમમાંથી બહાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular