Friday, March 29, 2024
Homeઆજે તમારે કંઇ પણ કહેવું હોય તો 10 વખત વિચારવું પડે છે:...
Array

આજે તમારે કંઇ પણ કહેવું હોય તો 10 વખત વિચારવું પડે છે: પિત્રોડા

- Advertisement -

ટેકનોક્રેટ અને ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ આજે લોકસભા ચૂંટણીને લઈ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પિત્રોડાએ કહ્યું હતું કે, આજે દેશમાં તમે ખુલ્લા મને કંઇ કહી શકતા નથી, ખુલ્લા વિચારો તમે કંઇ જ કહી શક્તા નથી. આ દેશમાં તમારે કંઇ કહેવું હોય તો 10 વખત વિચારવું પડે છે. PM મોદી કહે છે કે 50 વર્ષમાં કોંગ્રેસે કંઇ નથી કર્યુ, દેશ આઝાદ થયો ત્યારે દેશની હાલત ખરાબ હતી. દેશમાં આજે જે વિકાસ છે તે કોંગ્રેસના શાસનમાં થયો છે. છેલ્લા 25 વર્ષમાં દેશમાં મોબાઇલનું પ્રમાણ વધ્યુ છે.

સમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો તેમણે જણાવ્યું હતું કે, આ ચૂંટણી ખૂબ જ મહત્વની અને ભારતના ઈતિહાસમાં અલગ છે, હાલ ખુલ્લા વિચારે તમે કંઈ જ કહી શકતા નથી. આ ચૂંટણી મોદી અને ગાંધી વચ્ચે નથી. 70 વર્ષમાં કંઈ નથી થયું તેમ કઈ રીતે કહી શકાય? 10 ટીવી ચાલુ કરો તો મોદી જ દેખાય છે, હાલ ગાંધી વિચારોથી વિપરિત વસ્તુઓ થઈ રહી છે.

12-13 વર્ષ પહેલા ગુજરાતને લઈ જે વાતો થઈ હતી તેમાનું કંઈ થયું નથી. ગિફ્ટ સિટીનું શું થયું?. ગુજરાત કોઈ વિકાસ મોડલ નથી. પીએમ કહે છે કે, કોંગ્રેસે છેલ્લા 50 વર્ષમાં કંઇ કર્યું નથી, પરંતુ હું વડાપ્રધાન અને દેશની જનતાને કહેવા માગું છું કે, જ્યારે ભારત દેશ આઝાદ થયો હતો ત્યારે 70 ટકા દેશ ગરીબી હેઠળ હતો. અમે આટલા વર્ષમાં દેશમાં લોકશાહીને મજબૂત કરી છે અને લોકોને ફ્રિડમ આપીને આગળ વધ્યા છીએ. પિત્રોડા અને રાહુલ ગાંધી દેશદ્રોહીઓની પડખે ઉભા છે.

પિત્રોડાએ વધુમાં કહ્યું કે, હું જન્મ્યો ત્યારે ગાંધી વિચારો કોર વેલ્યુમાં હતા. હું ભણતો ત્યારે પણ ગાંધી વિચાર આપણા જીવનમાં મહત્વના હતા. હાલ આ મૂલ્યો સામે પડકાર જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે તમે ટીવી ચાલુ કરો તો વડાપ્રધાન સિવાય કંઇ આવતું નથી. તમે કંઇ બોલો તો મીડિયા થકી એટલું કન્ફ્યુઝન ઉભું કરવામાં આવે છે કે અહીં ખુલ્લા વિચારે કોઈ કંઇ કોઇ બોલી શકતું નથી. તમારે કંઇ કહેવું હોય તો 10 વખત વિચારવું પડે છે.

તમને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો સરકાર કહે છે કે, 300 લોકોના મોત થયા છે તો તે વિશે પુરાવા આપવા જોઈએ. આ માત્ર હું નહીં પરંતુ સમગ્ર દેશ જાણવા માગે છે.

મેં ન્યૂયોર્ક ટાઈમ્સ સહિત ઘણાં ન્યૂઝ પેપર્સમાં રિપોર્ટ્સ વાંચ્યા છે કે ભારતીય હુમલામાં કોઈનું મોત નથી થયું. હું ખરેખર જાણવા માંગુ છું કે, શું ખરેખરમાં કોઈ હુમલો થયો હતો? સામ પિત્રોડાના આ નિવેદન સામે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, વિપક્ષ સતત સેનાનું અપમાન કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular