Friday, March 29, 2024
Homeઆસામ : પોલીસે 590 કિલો ગાંજાથી ભરેલો ટ્રક ઝડપી પાડ્યો, ટ્વીટર પર...
Array

આસામ : પોલીસે 590 કિલો ગાંજાથી ભરેલો ટ્રક ઝડપી પાડ્યો, ટ્વીટર પર કહ્યું- કોઈનો સામાન ખોવાયો હોય તો સંપર્ક કરો

- Advertisement -

ગુવાહાટીઃ આસામ પોલીસના ક્રાઈમ ઈન્સવેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે ચોરો પાસેથી અંદાજે 590 કિલો ગાંજો/ભાંગ જપ્ત કરી લીધો છે. આટલું જ નહીં ડિપાર્ટમેન્ટે આ અંગે સોશયલ મીડિયામાં પણ પોસ્ટ કરી દીધી છે. પોસ્ટમાં પોલીસે ચોરોની મજાક ઉડાવવા માટે જપ્ત કરેલા માલનો ફોટો પોસ્ટ કરીને પુછ્યું કે શું કોઈનો નશીલા પદાર્થો ભરેલો ટ્રક ખોવાય છે?આસામ પોલીસની આ કટાક્ષ ભરેલી પોસ્ટ સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

ટ્વીટમાં પોલીસે લખ્યું કે, કોઈનો મોટી સંખ્યામાં ગાંજો/ભાંગ અને એક ટ્રક ચગોલિયા ચેકપોઈન્ટ પાસે રાતે ખોવાઈ ગયો હતો. ગભરાશો નહીં તે હવે અમને મળી ગયો છે. મહેરબાની કરીને ધુબરી પોલીસનો સંપર્ક કરો. અમે તમારી દરેક સંભવ મદદ કરીશું. ટીમ ધુબરીની અદભૂત કામગીરી.

ટ્વીટર યુઝર્સે પોલીસની પ્રશંસા કરીઃ આ પોસ્ટને બુધવારે સાંજે અંદાજે 16 હજાર લોકો લાઈક કરી ચુક્યા હતા. સાથે જ આ 6 હજાર વખત રીટ્વીટ પણ કરવામાં આવી છે. આસામ પોલીસની આ કટાક્ષ પર એક ટ્વીટર યુઝરે લખ્યું કે, પોલીસને આ સાથે 100 કિલો સેન્સ ઓફ હ્યુમર પણ મળ્યું છે. સાથે જ અન્ય એક યુઝરે તેમના મિત્રોને ટેગ કરીને મજાકમાં લખ્યું કે, હાં,સર આ મારા મિત્રનું છે, હું તેને મોકલીને મારો સામાન લઈ લઈશ.

પોલીસ ગાંજાની નિકાસ કરેઃ ઘણા લોકોએ તો જપ્ત કરેલા ગાંજાના આધારે આસામ પોલીસને મહેસૂલ કમાવવાની સલાહ પણ આપી દીધી હતી. યુઝર રાજ એસે લખ્યું કે, આને નષ્ટ કર્યા કરતા એવા દેશોમાં નિકાસ કરવામાં આવે જ્યાં આ ગેરકાયદે ન હોય. મને વિશ્વાસ છે કે આસામ પોલીસને પૈસાથી કોઈ પરેશાની નહીં થાય. એક અન્ય યુઝરે આસામ પોલીસને ટ્વીટની મુંબઈ પોલીસ ટ્વીટ સાથે તુલના કરી દીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular