Friday, April 19, 2024
Homeઆ કામોમાં કરો ગૌમૂત્રનો ઉપયોગ, થશે લક્ષ્મીજી પ્રસન્ન
Array

આ કામોમાં કરો ગૌમૂત્રનો ઉપયોગ, થશે લક્ષ્મીજી પ્રસન્ન

- Advertisement -
જો તમે કોઇ પણ કારણે માનસિક પરેશાનીથી ઘેરાયેલા છો અને સતત મહેનત કર્યા પછી પણ કાર્યોમાં સફળતા મળતી નથી અને હાર અથવા તો હતાશાનો સામનો કરવો પડી રહ્યો છે, તો આ સ્થિતિમાં ગૌમૂત્ર તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જાણો કેમ  અને કેવી રીતે…

– ગૃહ પ્રવેશના સમયે પૂજામાં ગૌમૂત્રનો ઉપયોગ જરૂરથી કરવો જોઇએ, કેમકે જો ઘરમાં કોઇ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાનો નિવાસ હોય તો ગૌમૂત્રના છંટકાવથી દૂર થઇ જશે અને સાથે જ પરિવારના સભ્યોની ગ્રહદશા દૂર થઇને બધુ ઠીક થશે.

– ઘરમાં રહેવા પર સતત બેચેની થાય છે, સતત પરિવારના કોઇ સભ્યો બિમાર રહેતા હોય અથવા તો ઘરમાં કંકાસવાળું વાતાવરણ રહેતુ હોય તો આ સમસ્યાનું નિરાકરણ ગૌમૂત્રની મદદથી લાવી શકાય છે. આ માટે ગંગાજળમાં ગૌમૂત્રની કેટલાક ટીપાં ભેગા કરીને ઘરમાં છંટકાવ કરો અને સમસ્યા ઝટથી દૂર થશે.

– જો ઘરમાં કોઇ બાળકને નજર લાગી હોય તો તેના પર ગૌમૂત્રનો છંટકાવ કરો, જેથી બાળકને રાહત મળશે અને મન શાંત થશે. આ સાથે જ બાળકને થતી કોઇ અન્ય મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેનો ઉપચાર કરો.

– જો તમારા ગ્રહો સાથ નથી આપતા, ખાસ કરીને રાહુના કારણ તમારા જીવનમાં સમસ્યાઓ રહેતી હોય તો તમને ગૌમૂત્રથી લાભ થઇ શકે છે. આ સ્થિતિમાં ગૌમૂત્રનો ઘરમા છંટકાવ કરવાની સાથે નહાવાના પાણીમાં ગૌમૂત્રના કેટલાક ટીપાં નાખીને સ્નાન કરો. ઘીરે-ઘીરે રાહુનો નકારાત્મક પ્રભાવ સમાપ્ત થઇ જશે.

– આર્યુવેદમાં ગૌમૂત્રને ઔષધિનું સ્થાન આપવામાં આવ્યુ છે .આર્યુવેદમાં ઘણી દવાઓ બનાવવા માટે ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે આ સાથે જ તેના સેવનની પણ સલાહ આપવામાં આવે છે. આર્યુવેદમ આ બ્રહ્માંડની સૌથી જૂની ચિકિત્સા પદ્ઘતિ છે. દેવતાઓ વૈધ અશ્વિની કુમારને આ પદ્ઘતિને જનક માનવામાં આવે છે. માનવજીવનમા કલ્યાણ માટે ભગવાન ધનવંતરિએ આર્યુવેદના પૃથ્વી પર ફેલાવ્યુ. આ માટે વૈદ્ય શ્રી ધનવંતરિ ભગવાનને પોતાનો આરાધ્ય માને છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular