Thursday, March 28, 2024
Homeઆ કાર ખરીદશો તો સરકાર આપશે 2.5 લાખ સુધીની સબસિડી, જાણો સમગ્ર...
Array

આ કાર ખરીદશો તો સરકાર આપશે 2.5 લાખ સુધીની સબસિડી, જાણો સમગ્ર માહિતી

- Advertisement -

સરકારે ખાનગી ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર પર સબસિડી નહિ આપવાનો નિર્ણય કર્યો છે. જે વાહનો કેબ તરીકે  અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વપરાતા હશે તેમને જ સરકાર 2.5 લાખ સુધીની સબસિડી આપશે. સરકરાના આ નિર્ણયને ઓટો ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. ઓટો ઈન્ડસ્ટ્રી લૉબી ગૃપને આશા હતી કે સરકાર સબસિડી જાહેર કરશે તો વધુ ગ્રાહક મળશે પરંતુ સરકારે ઇન્ડસ્ટ્રી આ તરફેણનો ઇન્કાર કરી દીધો છે.

સરકાર સબસિડી આપવાની છે તે લિસ્ટમાં માત્ર ટૂ વ્હીલર્સ જ નહી, ત્રી વ્હીલર્સ એટલે કે રીક્ષાનો પણ સમાવેશ થાય છે. ત્રણ વર્ષમાં આવા વાહનોને સબસિડી આપવા માટે સરકાર 2500 કરોડ રૂપિયા ખર્ચ કરશે. લોકપ્રિય ઇ-રીક્ષાને આ સબસિડીનો લાભ નહિ મળે કારણ કે આ સબસિડી માત્ર સારી ગુણવત્તાની બેટરી યૂઝ કરતા વાહનો સુધી જ સીમિત છે. સારી ગુણવતાની બેટરી અંગે વધુ વિગતો આવનારા એક મહિનામાં જાહેર થશે.

એક રિપોર્ટ અનુસાર, ઈલેક્ટ્રિક વેહિકલ જલ્દી માર્કેટમાં આવે તે માટે સરકાર દ્વિચકી વાહનો પર વધુ ફોકસ કરશે. સૂત્રોનુસાર, હાઇબ્રિડ કાર માટે 26 કરોડની સબસિડીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જાપાનીઝ ઓટોમોબાઇલ ઉત્પાદકોએ ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડીનો વિરોધ કર્યો હોવાથી સરકારે હાઇબ્રિડ કાર માટે વધુ સબસિડી ફાળવી નથી.

સૌથી વધુ . 3545ની સબસિડી ઈલેક્ટ્રિક બસ માટે ફાળવવામાં આવી છે. સરકારનો ટાર્ગેટ 7090 બસ દોડાવવાનો છે. 10 લાખ દ્વિચક્રી વાહનો માટે કુલ 2000 કરોડની સબસિડી અપાઇ છે. ફોર વ્હીલર્સ માટે 525 કરોડની સબ્સિડી જાહેર કરાઇ છે, જેમાં મુખ્યત્વે કેબ્સનો સમાવેશ થાય છે.

નીતિ આયોગના CROએ જણાવ્યુ કે, ”આ સ્કીમ લોકોને ઈલેક્ટ્રિક વાહનો તરફ વાળવા માટે છે. મોબિલિટી સમિટમાં પ્રધાનમંત્રી ટ્રાન્સપોર્ટેશન માટે 7C ફોર્મ્યુલા આપ્યો હતો, કોમન, કનેક્ટેડ, કનવિનિયન્ટ, કંજેશન-ફ્રી, ચાર્જ્ડ, ક્લીન અને કટિંગ એજ. અમારી પહેલ તેમનું આ સપનુ પૂરુ કરવા માટેની છે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular