Friday, March 29, 2024
Home'ઈન્શાઅલ્લાહ'ના શૂટિંગ પહેલાં સલમાન ખાને કહ્યું, સંજય લીલા ભણશાલી સાથે સેટ પર...
Array

‘ઈન્શાઅલ્લાહ’ના શૂટિંગ પહેલાં સલમાન ખાને કહ્યું, સંજય લીલા ભણશાલી સાથે સેટ પર ઝઘડાઓ થશે

- Advertisement -

મુંબઈઃ ફિલ્મ ‘ઈન્શાઅલ્લાહ’માં સલમાન ખાન 20 વર્ષ બાદ ફરી એકવાર સંજય લીલા ભણશાલી સાથે કામ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન ખાન પહેલી જ વાર આલિયા ભટ્ટ સાથે કામ કરશે. સલમાન તથા આલિયા વચ્ચેના ઉંમરના અંતરને લઈ ફિલ્મની કાસ્ટિંગની શરૂઆતથી ચર્ચા જ થાય છે. મેકર્સે સ્ટોરીની ડિમાન્ડ પ્રમાણે જ, કાસ્ટિંગ કરી હોવાનો દાવો કર્યો છે. હાલમાં જ ‘ભારત’ના પ્રમોશન દરમિયાન સલમાન ખાનને સંજય લીલા ભણશાલી સાથે કામ કરવાને લઈ સવાલ કરવામાં આવ્યો હતો.

સેટ પર ઝઘડાઓ થશે
‘ઈન્શાઅલ્લાહ’માં આલિયા ભટ્ટ પહેલી જ વાર સલમાન તથા સંજય લીલા ભણશાલી સાથે કામ કરશે. સલમાન ખાને આ પહેલાં સંજય લીલા ભણશાલી સાથે ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘ખામોશીઃ ધ મ્યૂઝિકલ’ ફિલ્મ્સ કરી હતી. આ સિવાય ‘સાંવરિયા’માં કેમિયો કર્યો હતો. ‘ભારત’ના પ્રમોશન દરમિયાન સલમાને સંજય લીલા ભણશાલી સાથે કામ કરવાને લઈને કહ્યું હતું, ‘ઈન્શાઅલ્લાહ’, ‘ઈન્શાઅલ્લાહ’નું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થવાનું છે. ઘણી જ મજા આવશે. સેટ પર બહુ બધા ઝઘડાઓ થશે. કારણ કે સંજય અને મારી વચ્ચે ઘણું જ સારું બોન્ડિંગ છે.’

આવતા વર્ષે ફિલ્મ રિલીઝ થશે
‘ઈન્શાઅલ્લાહ’ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થવાની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular