Thursday, March 28, 2024
Homeઈમરાન ખાનના વખાણ કરનારા કર્ણાટકના પ્રોફેસરને ઘુંટણ પર બેસી માફી માગવી પડી
Array

ઈમરાન ખાનના વખાણ કરનારા કર્ણાટકના પ્રોફેસરને ઘુંટણ પર બેસી માફી માગવી પડી

- Advertisement -

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVPના કાર્યકર્તાઓ શનિવારે કર્ણાટકની એક કોલેજમાં પ્રોફેસરને સોશિયલ મીડિયા પર કથિત ભારત વિરોધી સંદેશ લખવા પર ઘુંટણ પર બેસાડીને માફી માગવા માટે મજબૂર કર્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના કર્ણાટકના વિજયપૂરાના વચના પિતામહ ડૉ. પીજી હલાકાટી કોલેજ ઓફ એન્જીનિયરીંગની એન્ડ ટેક્નોલોજીમાં બની છે. ઉપરથી આ ઘટના પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં થઈ છે. પણ અત્યાર સુધી પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં કે કોઈ એફઆઈઆર દાખલ નથી થઈ.

કોલેજમાં સિવિલ એન્જીનિયરીંગના પ્રોફેસર સંદીપ વાથરે પોતાની બે પોસ્ટમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પ્રશંસા કરી હતી. તેમણે દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરનારી કેન્દ્રની બીજેપી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. બીજી પોસ્ટમાં તેમણે તણાવ વધારવા માટે અને યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરવા બદલ ‘ભક્તો’ પર નિશાનો સાધ્યો હતો.

તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, આમા સૌથી વધુ બુદ્ધિમાન કોણ છે. તમે ભક્તો. આજ રીતે તણાવ વધ્યો તો કરોડો લોકો જીવ ગુમાવશે તેનું કારણ તમે હશો. આ પોસ્ટ બાદ એબીવીપી અને ભાજપના કાર્યકર્તાઓએ પ્રોફેસરના રાજીનામાની માગ કરી હતી. વિવાદ વધતા પ્રોફેસરે ફેસબુક પોસ્ટને ડિલીટ કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અનુસાર દક્ષિણપંથી સમૂહના કાર્યકર્તાઓએ સંદીપ વાથરને ઘુંટણ પર બેસાડી માફી મગાવી હતી.

જે સંસ્થામાં આ ઘટના બની છે તે બીજાપૂરના લિંગાયત ડેવલપમેન્ટ એજ્યુકેશન સોસાઈટી દ્રારા સંચાલિત છે. જેના મલિક કર્ણાટકના ગૃહમંત્રી અને કોંગ્રેસ નેતા એમબી પાટીલ છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, ખુદ કોલેજના પ્રશાસને જ પ્રોફેસરને માફી માગવા માટે કહ્યું હતું કારણ કે એબીવીપીના કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા હતા. જ્યારે પ્રોફેસર માફી માગવા માટે આવ્યા ત્યારે પ્રદર્શનકારીઓએ તેમને ઘૂંટણ પર બેસાડી માફી મંગાવી હતી. એબીવીપી કાર્યકર્તાઓએ તેમને કહ્યું કે, આગામી સમયમાં આવી કોઈ પોસ્ટ સોશિયલ મીડિયા પર ન મુકે.

ઘટના પર ટીપ્પણી કરતા કોલેજના પ્રોફેસર વીપી હુગ્ગીએ કહ્યું કે, વાથરને હાલમાં ફરજ પરથી મુક્ત કરવામાં નહીં આવે. મંગળવારે કોલેજ ખુલતાની સાથે આદેશ આપવામાં આવશે. વાથરે હાલમાં પોતાનો ફોન બંધ કરી દીધો છે અને હાલ તેઓ ઉપલબ્ધ નથી. જોકે આ પહેલીવાર નથી કે કોઈ પ્રોફેસર સાથે એબીવીપીએ આવું કર્યું હોય. આ પહેલા મધ્યપ્રદેશના એક કોલેજ પ્રોફેસરને એબીવીપીના કાર્યકર્તાઓએ પગે લગાવી માફી મંગાવી હતી. કારણ કે તેમણે રાષ્ટ્રવાદી નારાઓ લગાવવાથી રોકી દીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular