મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના લોક કલાકાર અને સિંગર ગમન સાંથલ સામે પબ્લિક એન.સી અંતર્ગત સાંથલ પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે. જેમાં સ્થાનિક ગામના વ્યક્તિને ધમકી અને માર મારવાના મામલે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે અંગે સંથાલ પોલીસે ગુન્હો નોંધી હાલમાં તપાસ આરંભી છે. હમણાં ગુજરાતના કલાકારોની માઠી દશા બેઠી છે. કિંજલ દવે સામે ચાર ચાર બંગડી ગીતમાં કોપીરાઈટ્સની બાબતે વિવાદ થયો છે. આ દરમિયાન હવે ગમન સાંથલ ભરાયો છે.
મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના ખ્યાતનામ કલાકાર અને સ્ટેજની શોભા વધારતા સિંગર ગમન સંથાલ સામે ગત મોડી રાત્રિએ સાંથલ પોલીસ મથકમાં એન.સી ફરિયાદ દાખલ કરવા માં આવી છે. આ જાણીતા ગુજરાતી સિંગર ગમન સાંથલ વિરુદ્ધ એન સી ગુનો નોંધાતા હાલમાં ભારે ચર્ચા જાગી છે. સાંથલ ગામના મનોજ પટેલ નામના યુવાને આ અંગે ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી છે. આ ગુન્હો પબ્લિક એન સી માં દાખલ કરવા માં આવ્યો છે. જેમાં સિંગર ગમાન સાંથલ દ્વારા પ્રથમ ટેલિફોનિક વાત કરી ને ગામના જ રહીશ મનોજ પટેલને ઘરે બોલાવી પ્રથમ ધમકી અને ત્યાર બાદ માર મારવાનો આરોપ લગાવા માં આવ્યો છે. મનોજ પટેલે સાંથલ પોલીસ મથકે આ સમગ્ર મામલે પબ્લિક એન સી અંતર્ગત ફરિયાદ આપી છે.