Saturday, April 20, 2024
Homeદેશઉદ્યોગપતિ ગૌતમ અદાણી ખસકીને સાતમા નંબર પર ધકેલાયા

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ખસકીને સાતમા નંબર પર ધકેલાયા

- Advertisement -

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ અદાણી ગ્રુપને ભારે પડી રહ્યો છે. હિંડનબર્ગનો રિપોર્ટ પ્રકાશિત થયા બાદ ગૌતમ અદાણીના નેતૃત્વવાળી કંપનીઓના શેરમાં (અદાણી શેરો) સુનામી આવી છે અને તેને કારણે એશિયાના સૌથી ધનિક વ્યક્તિની નેટવર્થ પર પણ ખરાબ અસર પડી છે. ફોર્બ્સના રિયલ ટાઇમ બિલિયોનેર ઈન્ડેક્સમાં હજુ પણ ચોથા નંબર પર રહેલા ગૌતમ અદાણી સાતમા નંબર પર આવી ગયા છે. ગૌતમ અદાણી 2022માં વિશ્વના ટોપ-10 અબજોપતિઓમાં સૌથી વધુ કમાણી કરનાર ઉદ્યોગપતિ હતા. તેઓ લિસ્ટમાં બીજા નંબર પર પહોંચવામાં સફળ રહ્યા, પરંતુ નવું વર્ષ 2023 તેમને માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ રહ્યું છે.

વર્ષની શરૂઆતમાં બધું બરાબર હતું, પરંતુ 24 જાન્યુઆરીએ અમેરિકન રિસર્ચ ફર્મ હિન્ડેનબર્ગનો રિપોર્ટ આવ્યો અને અદાણી ગ્રુપને નુકસાન થવા લાગ્યું. માત્ર બે દિવસમાં અદાણી ગ્રુપની માર્કેટ કેપમાં 2.37 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. આ કારણે ગૌતમ અદાણીની નેટવર્થ પણ ઘટીને 100.4 અબજ ડોલર થઈ ગઇ હતી. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે ગૌતમ અદાણી ટોપ-10 અબજોપતિઓની યાદીમાં ચોથા સ્થાનેથી સરકીને સાતમા ક્રમે આવી ગયા હતા. લાંબા સમય સુધી ગૌતમ અદાણીની નીચે રહેલા વોરેન બફેટ, બિલ ગેટ્સ અને લેરી એલિસને તેમની ઉપર ચડી ગયા છે.

200 અબજ ડોલર સાથે ટોચના અબજપતિઓની યાદીમાં થયેલા ફેરફાર અનુસાર ફ્રાન્સના અબજોપતિ બર્નાર્ડ અર્નોલ્ટ ટોપ-10માં નંબર વન પર 215 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે યથાવત્ છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક 170.1 અબજ ડોલર સાથે બીજા નંબર પર છે. એમેઝોનના કો-ફાઉન્ડર જેફ બેઝોસ 122.4 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે. લેરી એલિસન ચોથા નંબરે, વોરેન બફેટ પાંચમાં, બિલ ગેટ્સ છ્ઠા નંબરે, કાર્લોસ સ્લિમ એન્ડ ફેમિલી આઠમા અને લેરી પેજ નવમા નંબરે છે. ફ્રાન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ દસમા સ્થાને અને ભારતીય ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના 11માં સૌથી અમીર વ્યક્તિ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular