Saturday, April 20, 2024
Homeએક કલાક જિમના 21,000 રૂપિયા, આ અભિનેત્રી ફિટનેસ માટે ખર્ચે છે ધૂમ...
Array

એક કલાક જિમના 21,000 રૂપિયા, આ અભિનેત્રી ફિટનેસ માટે ખર્ચે છે ધૂમ પૈસા

- Advertisement -

કેટલાક સેલિબ્રિટી તેમના કપડા પર પૈસા ખર્ચે છે. કેટલાક પોતાના ઘર અને જીવન શૈલી પર તો એવા કેટલાક લોકો છે જેમણે તંદુરસ્તી પર પાણીની માફક પૈસા વેડફ્યા છે. જાણીતી ગાયિકા અને અભિનેત્રી સેલેના ગોમેઝ તે સેલિબ્રિટીઝમાંની એક છે. જો તમે તેના જેવી બોડી અને ફિટનેસ બનાવવા માંગતા હોય તો જણાવી દઈએ કે તે કરવું કેટલું ખર્ચાળ છે.

સેલેનાવાળું જિમ અને રૂટિન તમારા માટે અતિ મોંઘું

સેલેના તેના વર્કઆઉટ રૂટિન અંગે ખૂબ સાવધ છે. જીમમાં તેની અંગત ટ્રેનર છે. ટ્રેનરને એક કલાક માટે જેટલા પૈસા મળે છે તે કદાચ કોઈ પણ ટ્રેનરનું મહિનાનું પેકેજ હશે. સેલેના આ એક કલાક માટે 300 ડોલર આપે છે. તે 300 ડોલર એટલે ઈન્ડિયન કરન્સી પ્રમાણે એક કલાક માટે 20,989 રૂપિયા આપે છે. તેથી તમે સમજી શકો છો કે સેલેનાવાળું જિમ અને રૂટિન તમારા માટે અતિ મોંઘું સાબિત થઈ શકે છે. હાલમાં ફિટનેસ ટ્રેડમિલ પર ચાલી રહેલી સેલેના હાલમાં તેના ખરાબ આરોગ્યને કારણે ચર્ચામાં હતી. તેણીએ લ્યુપસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે.

બ્રેકઅપ પછી સેલેના ડિજે ઝેડને ડેટ કરી રહી હતી

ખરાબ આરોગ્ય અને ઉપચારની સમસ્યાઓનો સામનો કરીને સેલેના ગયા મહિને જ ઘરે પરત ફરી છે. આરોગ્ય અને તંદુરસ્તી ઉપરાંત સેલેનાનું અંગત જીવન પણ સમાચારોમાં રહે છે. પહેલા બોયફ્રેન્ડ જસ્ટિન બીબર સાથે બ્રેકઅપ પછી સેલેના ડિજે ઝેડને ડેટ કરી રહી હતી. આ સિવાય વર્ષ 2008માં સેલેના ગોમેજનું નાં નિક જોનસ સાથે પણ ચર્ચામાં રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular