ઉત્તર પ્રદેશનાં બસ્તી જિલ્લામાં એક વકીલને એક વૃક્ષ પરથી ફળ તોડવું મોંઘુ પડ્યું છે. પોલીસે વકીલને દીવાની કોર્ટ પરિસરમાં એક ફ્રુટ સાથે રંગે હાથે તેની ધરપકડ કરી લીધી છે. જ્યાર બાદ ચોરીનાં આરોપમાં પોલીસે વકીલને જેલમાં ધકેલી દીધો.
હકીકતમાં, બસ્તી જિલ્લાનાં દીવાની કોર્ટ પરિસરમાં એક ફળ વૃક્ષ પર લાગ્યું હતું. આરોપી અધિવક્તા નીરજ ચૌધરી સવારનાં સમયે કોર્ટ પરિસરમાં પહોંચીને ફળ તોડવા લાગ્યાં. જેનાં પર કોર્ટમાં હાજર સિક્યુરિટીએ ફળ તોડવાને લઇને ના કહીં.
સિક્યુરિટીની મનાઇ કરવા પર પણ વકીલને એટલો ગુસ્સો આવ્યો કે કોર્ટ પરિસરમાં તેની ધોલાઇ કરી દીધી. સિક્યુરિટીએ 100 નંબર પર કોલ કરીને આ સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને આપી.
સૂચના મેળવીને મોકા પર પહોંચેલી પોલીસે વકીલની તપાસી કરી. એસપી પંકજે જણાવ્યું કે, વકીલનાં ખિસ્સામાંથી સાત ફ્રુટ જપ્ત થયાં. ત્યાર બાદ પોલીસે તે વકીલની ધરપકડ કરી લીધી.
કોતવાલી લઇ જઇને તેની વિરૂદ્ધ ચોરીનો કેસ દાખલ કર્યો. ત્યાર બાદ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો ત્યારે જજે તેની કાયદાકીય રીતે ધરપકડ કરાવીને જેલમાં ધકેલી દીધો. વકીલ હાલમાં પણ બસ્તી જેલમાં બંધ છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે કોર્ટ પરિસરમાં લાગેલ ફ્રુટ અવારનવાર ચોરી થતાં હોય છે. ત્યારે તેનું ધ્યાન રાખવા માટે આ સિક્યુરિટીને રાખવામાં આવેલ છે.