Friday, March 29, 2024
Homeએન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે ચંદા કોચર, વેણુગોપાલ ધૂતના ઘર-ઓફિસો પર દરોડા પાડ્યા
Array

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે ચંદા કોચર, વેણુગોપાલ ધૂતના ઘર-ઓફિસો પર દરોડા પાડ્યા

- Advertisement -

નવી દિલ્હીઃ ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED)એ શુક્રવારે આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને વિડિયોકોનના પ્રમોટર વેણુગોપલ ધૂતની વિવિધ જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી તેમની મુંબઈમાં આવેલી પાંચ જેટલી ઓફિસ અને ઘર પર કરવામાં આવી છે. આ સિવાયના પણ તેમના કેટલાક લોકેશન્સ પર દરોડા પાડવામાં આવ્યાં છે.

કરપ્શન કરીને કોર્પોરેટ ગ્રુપને 1,875 કરોડની લોન આપવાનો આરોપ

એજન્સીએ આ મહિનાની શરૂઆતમાં જ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ મુજબ ચંદા કોચર અને તેમના પતિ દિપક કોચર, વેણુગોપાલ ધૂત સામે કરપ્શન કરીને કોર્પોરેટ ગ્રુપને 1,875 કરોડ રૂપિયાની લોન આપવાનો આરોપમાં ગુનો નોંધ્યો છે.
આ અંગે એક અધિકારી જણાવ્યું હતું કે ઈડીના અધિકારઓ પોલિસના કાફલા સાથે હાલ આ કેસમાં વધુ દસ્તાવેજો મળે તે માટેની શોધ ચલાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે રેડની શરૂઆત શુક્રવારે સવારે કરવામાં આવી હતી.
સીબીઆઈએ ચંદા કોચર, તેમના પતિ દિપક કોચર, વેણુગોપાલ ધૂત અને તેમની કંપની વિડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેકટ્રોનિક્સ લિમિટેડ અને વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનું નામ એફઆઈઆરમાં નોંધ્યું છે. આ સિવાય સેન્ટ્રલ તપાસ એજન્સીએ સુપ્રીમ એનર્જી, ધૂત દ્વારા સ્થાપવામાં આવેલી કંપની અને નુપાવર રીનેબલ્સ સહિતનું નામ એફઆઈઆરમાં નોંધ્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular