Friday, March 29, 2024
Homeઓરિસ્સા ના પુરી થી ભાજપ ના સંબિત પાત્રા ચૂંટણી લડશે, કોંગ્રેસ ના...
Array

ઓરિસ્સા ના પુરી થી ભાજપ ના સંબિત પાત્રા ચૂંટણી લડશે, કોંગ્રેસ ના રાજબબ્બર ફતેહપુર સીકરી થી મેદાન માં

- Advertisement -

નવી દિલ્હીઃ શુક્રવારે રાતે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 7મી યાદીમાં 35 ઉમેદવારો જાહેર કર્યા હતા. તો ભાજપે બીજી યાદીમાં 36 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. કોંગ્રેસ અત્યાર સુધી 181 અને ભાજપે 220 લોકસભા બેઠકો પરના ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી તો ભાજપમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ મુખ્ય છે. ભાજપના 36 ઉમેદવાર પૈકી પુરીથી સંબિત પાત્રા ઉતરતાં નરેન્દ્ર મોદીના નામની અટકળનો અંત આવ્યો છે. તો કોંગ્રેસના યુપીના પ્રમુખ રાજ બબ્બર ફતેહપુર સીકરીથી લડશે.

પહેલવાન યોગેશ્વર દત્ત હરિયાણાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડે તેવી શક્યાતા છે. હિમાચલને લઈને મળેલી બેઠક પૂર્ણ થઈ છે. સુત્રોના જણાવ્યાં પ્રમાણે હમીરપુર બેઠક પરથી અનુરાગ ઠાકુર ચૂટણી લડે તેવી શક્યતા છે. ઉમેદવારોના નામ પસંદ કરવા માટે આ ચૂંટણી સમિતિની ચોથી બેઠક છે. આ પહેલા ભાજપે લોકસભા ચૂંટણી માટે 184 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પહેલી યાદીમાં અડવાણીને ટિકિટ આપવામાં આવી નથી તેની જગ્યાએ ગાંધીનગરથી અમિત શાહ ચૂંટણી લડશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular