Saturday, April 20, 2024
Homeઓસ્કર વિનર ભારતની ‘પિરિયડ’ બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ પર બોલિવૂડ સેલેબ્સ અને રાજકારણીઓએ...
Array

ઓસ્કર વિનર ભારતની ‘પિરિયડ’ બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ પર બોલિવૂડ સેલેબ્સ અને રાજકારણીઓએ વધામણીનો વરસાદ કર્યો

- Advertisement -

બોલિવૂડ ડેસ્ક: ગ્રામ્ય ભારતમાં યુવતીઓની માસિકધર્મની સમસ્યા પર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘પિરિયડ. એન્ડ ઓફ સેન્ટેન્સ’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ શોર્ટ સબ્જેક્ટનો ઓસ્કર એવોર્ડ મળ્યો છે. 25 વર્ષની ઈરાનિયન-અમેરિકન વિદ્યાર્થિની રાયકા ઝેહતાબ્ચીએ બનાવેલી આ ફિલ્મનાં કો-પ્રોડ્યુસર ભારતીય પ્રોડ્યુસર એવાં ગુનીત મોન્ગા છે. ફિલ્મ હવે દુનિયાભરમાં નેટફ્લિક્સ પર દેખાશે ગુનીત મોન્ગાને અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા સહિત સેલેબ્સે અભિનંદન આપ્યા.

પ્રિયંકા ચોપરા 
પ્રિયંકા ચોપરાએ ટ્વીટ કરીને લખ્યું, સૌથી ખાસ પળ આ સાંજની, માસિકધર્મને લઈને બનેલી ફિલ્મ ઓસ્કર જીતી. મારી નીડર ફ્રેન્ડને ખૂબ અભિનંદન.

અક્ષય કુમાર 
અક્ષય કુમારે ટ્વીટ કર્યું કે, ફિલ્મની સમગ્ર ટીમને અભિનંદન. આ ટોપિકની ચર્ચા કરવાની ખૂબ જરૂર હતી.

પ્રીતમ 
મ્યુઝિક પ્રોડ્યૂસર પ્રીતમેં લખ્યું કે, ગુનીત મારી ઈતર તને અભિનંદન. તું હંમેશાં બેસ્ટ ડિઝર્વ કરે છે.

વિકી કૌશલ 
ઉરી સ્ટાર વિકી કૌશલે ગુનીતને અભિનંદન પાઠવ્યા.

પરેશ રાવલ 
પરેશ રાવલે લખ્યું કે, તું મારુ અને દેશનું ગૌરવ છે. તેમનો આભાર માનતા ગુનીતે લખ્યું કે, હું તમારી પણ પ્રોડ્યૂસર બનીને રોમાંચ અનુભવી રહી છું, સેટ પર મળીએ.

હંસલ મહેતા 
ફિલ્મમેકર હંસલ મહેતાએ આપેલ અભિનંદનના જવાબમાં ગુનીતે આભાર માન્યો.

રોની સ્ક્રૂવાલા 
રોની સ્ક્રૂવાલાએ લખ્યું કે, શું અદભુત વાર્તા અને થીમ છે ઓસ્કર જીતવા માટે, અભિનંદન ગૌરવ અપાવા માટે…

https://twitter.com/guneetm/status/1100263141932335110

વિકાસ ખન્ના 
શેફ વિકાસ ખન્નાએ ઓસ્કર કપ કેક બનાવીને ગુનીતને જીતની વધામણી આપી.

યોગી આદિત્યનાથ 
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પણ લખ્યું છે કે, દરેક મુશ્કેલીનો સામનો કરીને સ્નેહા અને એની બહેનપણીઓએ લોકોને પ્રેરણા આપી છે. ગુનીત અને સમગ્ર ટીમને ઓસ્કર જીતવા બદલ અભિનંદન.

મેનકા ગાંધી 
કોંગ્રેસ લીડર મેનકાએ લખ્યું, ખૂબ સારા સમાચાર મળ્યા, ગુનીત અને ટીમને માસિકધર્મ પર ફિલ્મ બનાવવા અને ઓસ્કર જીતવા બદલ અભિનંદન.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular