Friday, April 19, 2024
Homeકરતારપુર કોરિડોર 1947માં થયેલી અમારી ભૂલનો પ્રાયશ્ચિત - મોદી
Array

કરતારપુર કોરિડોર 1947માં થયેલી અમારી ભૂલનો પ્રાયશ્ચિત – મોદી

- Advertisement -

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ રવિવારે શીખોનાં 10માં ગુરુ ગોવિંદ સિંહની 352મી જયંતિ પર તેમની યાદ રૂપે સિક્કો બહાર પાડ્યો છે. આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન મનમોહસિંહે પણ હાજરી આપી હતી. મોદીએ કરતારપુર કોરિડોરની અંગે સરકારે કરેલી પહેલની પ્રશંસા કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, હવે શ્રદ્ધાળુઓ વિઝા વગર ગુરુ નાનક દેવનાં 550માં પ્રકાશોત્સવમાં પાકિસ્તાનનાં નરોવાલમાં જઈ શકશે.

વડાપ્રધાને કહ્યું 1947માં અમારાથી જે ભૂલ થઈ હતી, તેનો પ્રાયશ્ચિત છે. અમારા ગુરુનું સૌથી મહત્વપૂર્ણ સ્થળ માત્ર થોડા કિલોમીટર જ દુર છે. આ કોરિડોર તે નુકસાનને ઓછુ કરવાનું પ્રમાણ છે. આ પહેલા મોદીએ ટ્વીટ કરીને ગુરુ ગોવિંદસિંહ ને નમન કર્યુ હતુ.

2 વર્ષ પહેલા પણ નરેન્દ્ર મોદીએ પટનામાં ગુરુ ગોવિંદ સિંહની યાદમાં પોસ્ટ ટિકીટ બહાર પાડી હતી. ગત વર્ષે 30 ડિસેમ્બરે મોદીએ મનની વાત કાર્યક્રમમાં ગુરુ ગોવિંદ સિંહના બલિદાન અને દેશપ્રેમની પ્રશંસા કરી હતી. ગુરુ ગોવિંદ સિંહ જ્યારે શીખોનાં ધર્મગુરુ બન્યા ત્યારે તેમની ઉમર ફક્ત 9 વર્ષ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular