Saturday, April 20, 2024
Homeકેદારનાથમાં પૂજા-અર્ચના કરી, વિકાસ કાર્યોનો રિવ્યુ કર્યો; હવે ગુફામાં ધ્યાન ધરવા બેઠા...
Array

કેદારનાથમાં પૂજા-અર્ચના કરી, વિકાસ કાર્યોનો રિવ્યુ કર્યો; હવે ગુફામાં ધ્યાન ધરવા બેઠા મોદી

- Advertisement -

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેદારનાથ અને 19 મેના રોજ બદ્રીનાથ જવાના છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર પૂરો થયા પછી વડાપ્રધાન મોદી બાબા કેદારનાથના આશીર્વાદ લેવા પહોંચ્યા છે. અહીં તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને અહીં વિકાસકાર્યોના પ્રોજેક્ટનો પણ રિવ્યૂ કર્યો હતો. અંતે મોદી અહીં એક ગુફામાં ધ્યાન ધરવા બેઠા હતા.

વડાપ્રધાન કેદારનાથમાં જ રાત્રિ રોકાણ કરવાના છે. પીએમ મોદીની આ યાત્રાને ધ્યાનમાં રાખીને પ્રશાસન, પોલીસ અને એસપીજી દ્વારા બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે.

પીએમઓ કાર્યાલય તરફથી વડાપ્રધાન મોદીના શનિવાર-રવિવારના કેદારનાથ-બદ્રીનાથના કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી આ માહિતી ચૂંટણી પંચને પણ આપવામાં આવી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, અમને આ વિશે કોઈ તકલીફ નથી.

ચૂંટણી પંચના ઓફિસરોએ કહ્યું છે કે, આ વડાપ્રધાનની પર્સનલ યાત્રા છે, તો તે કરી શકાય છે. જોકે પીએમઓને યાદ અપાવી દેવામાં આવ્યું છે કે, આચાર સંહિતા હજી પણ લાગુ જ છે.

કેદારનાથમાં રાત્રિ વિશ્રામ કરશે મોદી

વડાપ્રધાન બન્યા પછી મોદી કેદારનાખમાં રાત્રિ વિશ્રામ કરશે. તેથી અહીં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. મોદી ગયા વર્ષે નવેમ્બરમાં પણ કેદારનાથ આવ્યા હતા. આ દરમિયાન તેમણે અહીં જવાનો સાથે દિવાળી ઉજવી હતી. 2017માં પણ તેઓ બે વાર (મે અને ઓક્ટોબર)માં કેદારનાથ પહોંચ્યા હતા.

પોલીસકર્મીઓ મોબાઈલનો ઉપયોગ નહીં કરે: ડીજીપી

ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે મોદીની બે દિવસની યાત્રાની સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત પોલીસ કર્મચારીઓને ડ્યૂટી દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, જવાન જાણ કર્યા વગર ડ્યૂટી સ્થળ નહીં છોડે. ડ્યૂટીમાં બેદરકારી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular