Thursday, April 18, 2024
Homeકેરળ : 85 વર્ષીય હિન્દુ વ્યક્તિએ ખ્રિસ્તીઓથી પૈસા લઈ મસ્જિદનું પુન:નિર્માણ કરાવ્યું
Array

કેરળ : 85 વર્ષીય હિન્દુ વ્યક્તિએ ખ્રિસ્તીઓથી પૈસા લઈ મસ્જિદનું પુન:નિર્માણ કરાવ્યું

- Advertisement -

કેરળની રાજધાની તિરુવનંતપુરમના ગોપાલકૃષ્ણન(85) સામુદાયિક સદભાવનું ઉદાહરણ છે. તેમના કાર્યાલયના ટેબલ પર શ્રીમદ ભગવદ ગીતા, કુર્આન અને બાઈકલ એકસાથે મળી જશે. ધાર્મિક ઐતિહાસિક ઈમારતોની વાસ્તુકળા પ્રત્યે બાળપણથી તેઓ લાગણી ધરાવતા હતા. તેમણે કેરળમાં અનેક ધાર્મિક ઈમારતો બંધાવી છે. તેમાં 111 મસ્જિદ, 4 ચર્ચ અને એક મંદિર છે.

સૌથી વધુ આકર્ષણ પલાયમ જુમા મસ્જિદનું છે. તેના પુન:નિર્માણ માટે એક ખ્રિસ્તીએ ફન્ડિંગ કર્યું હતું. તેને દુનિયાભરથી લોકો જોવા આવે છે. તે જાણવા ઈચ્છે છે કે કેવી રીતે એક હિન્દુ વ્યક્તિએ ખ્રિસ્તીઓથી ફંડ લઈને મસ્જિદનું પુન:નિર્માણ કરાવ્યું.

ગોપાલકૃષ્ણ કહે છે કે તે 1962માં ઉનાળાનો સમય હતો. પિતા ગોવિંદન કોન્ટ્રાક્ટર હતા. તેમને પલાયમ જુમા મસ્જિદના પુન:નિર્માણનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. હું તેમની સાથે જતો હતો. મેં પૈસા માટે તત્કાલીન એ.જી. કાર્યાલયના અધિકારી પી.પી.ચુમ્મર સાથે વાત કરી હતી. તેમણે મને 5000 રૂપિયા આપ્યા. તેમણે મસ્જિદના પુન:નિર્માણ માટે લોન અપાવવાની પણ વાત કરી હતી.

આ રીત એક હિન્દુ પરિવારે એક ખ્રિસ્તીના પૈસાનો ઉપયોગ મસ્જિદ બનાવવામાં કર્યો. ગોપાલકૃષ્ણન અનુસાર 5 વર્ષમાં મસ્જિદનું ઉદઘાત તત્કાલીન રાષ્ટ્રપતિ જાકિર હુસૈને કર્યું હતું.

60 મસ્જિદો બનાવડાવી એટલે પાદરીએ ચર્ચનો પ્રોજેક્ટ પણ આપ્યો
ગોપાલકૃષ્ણ કહે છે કે જ્યારે 60 મસ્જિદો બનાવી લીધી તો મિત્રોએ પૂછ્યું કે ચર્ચ કેમ નથી બનાવતા. ત્યારે મેં કહ્યું કે જ્યારે લોકો મને કહે છે ત્યારે જ હું ધાર્મિક ઈમારત બનાવું છું. તેના પછી એક પાદરી અને અમુક લોકો મારી ઓફિસે આવ્યા. તેમણે મને જ્યોર્જ ઓર્થોડૉક્ટ વલિયા પૈલી ચર્ચ બનાવી આપવા આગ્રહ કર્યો. મેં એ પ્રોજેક્ટ પૂરો કર્યો. આ રીતે ભાઈચારાનો વિચાર મજબૂત થયો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular