Thursday, April 18, 2024
Homeકોરોના વોરિયર્સ કહીને મજાક ઉડાવી દીધી, 700 ડૉક્ટરોને સરકારે પગાર ન આપ્યો
Array

કોરોના વોરિયર્સ કહીને મજાક ઉડાવી દીધી, 700 ડૉક્ટરોને સરકારે પગાર ન આપ્યો

- Advertisement -

કોરોનાની બીજી લહેરમાં દિનરાત સરકારી હોસ્પિટલોમાં ફરજ નિભાવનારા ડૉક્ટરોની જ સરકાર દ્વારા અવગણના થઇ રહી છે કેમકે, કોરોના વોરિયર્સ ગણાતા 700થી વધુ બોન્ડેડ ડૉક્ટરો પગાર વંચિત રહ્યા છે. જોકે, આ મામલે મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. કોરોનાકાળમાં સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરો અહમ ભૂમિકા ભજવી દર્દીઓની સારવાર કરી હતી.

કેટલીક સરકારી હોસ્પિટલોમાં તો ડૉક્ટરો-નર્સની અછત વર્તાઇ હતી જેના કારણે છેલ્લી ઘડીએ આરોગ્ય વિભાગે ઉચ્ચક પગારથી ભરતી કરવી પડી હતી. આવી સ્થિતિમાં બોન્ડેડ ડૉક્ટરોએ દિવસરાત ફરજ નિભાવી હતી. બોન્ડેડ ડૉક્ટરોને મહિને રૂા.60 હજાર જેટલો પગાર આપવામાં આવે છે. છેલ્લા ત્રણ મહિનાથી બોન્ડેડ ડૉક્ટરોને પગાર ચૂકવાયો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular