Thursday, April 18, 2024
Homeકોર્પોરેટ સ્તરે કામ કરતી આ છે દુનિયાની સૌથી કુખ્યાત ડ્રગ્સ માફિયા ગેંગ્સ
Array

કોર્પોરેટ સ્તરે કામ કરતી આ છે દુનિયાની સૌથી કુખ્યાત ડ્રગ્સ માફિયા ગેંગ્સ

- Advertisement -
હાલ આ ગેંગમાં ખૂંખાર 70 હજારથી વધુ ગેંગસ્ટર છે. અને દુનિયામાં તેમના નામથી અનેક અપરાધો થાય છે.
  • હાલ આ ગેંગમાં ખૂંખાર 70 હજારથી વધુ ગેંગસ્ટર છે. અને દુનિયામાં તેમના નામથી અનેક અપરાધો થાય છે.

દુનિયાભરમાં અનેક કુખ્યાત માફિયા ગેંગ આવેલી છે. જેમનો મુખ્ય વેપાર તો ડ્રગ્સ છે પણ આ ઉપરાંત તે હત્યા, ફિરોતી, અપહરણ જેવા ગેરકાનૂની કામ પણ કરી છે. તેમના તાર અનેક દેશોમાં ફેલાયેલા છે. હજારો લોકો દુનિયાભરમાં તેમના માટે કામ કરે છે. કેટલાક માફિયા તો એક કોર્પોરેટ કંપનીની જેમ કામ કરે છે.

દુનિયાભરના ડ્રગ્સ વેપારના આંકડા તમને ચોંકવી દેશે. ડાર્ક નેટથી દર વર્ષે 30 કરોડ ડૉલરનો વેપાર અહીં થાય છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ મુજબ દુનિયાના કુલ વેપારનો 1 ટકાથી વધુ ભાગ ડ્રગ્સનો વેપાર કરે છે. યુએન અને યુરોપોલના ડેટા મુજબ દુનિયામાં દર વર્ષે ડ્રગ્સનો 435 અરબ ડૉલરનો વેપાર ચાલે છે. આ વેપાર દુનિયાની ખતરનાક માફિયા ગેંગ ચલાવે છે. અને તે એટલી પાવરફુલ છે કે કોઇ પણ અપરાધ કરતા ડરતી નથી.

મારા સૈલ્વાત્રુચા : કૈલિફોર્નિયાની MS-13 ડ્રગ્સ ગેંગના વિષે કહેવાય છે કે તેમના માટે કંઇ પણ કરવું અશક્ય નથી. અમેરિકાના સૈલ્વાડોરથી રિફ્યૂઝી તરીકે આવેલા લોકોના એક સમૂહે આ ગેંગનો પાયો નાંખ્યો હતો. આ ગેંગમાં હાલ ખૂંખાર 70 હજારથી વધુ ગેંગસ્ટર છે. જે મહિલાઓ અને બાળકોને પણ નથી છોડતા. ઉત્તર અને મધ્ય અમેરિકામાં તેનો ડ્રગ્સનો વેપાર છે. અને તે સુપારી લઇને હત્યા કરવા માટે જાણીતા છે.

કોસા નોસ્ત્રા – આ એક ઇટાલિયન મુહાવરો છે જેનો મતલબ થાય છે કે અમારો માલ. ડ્રગ્સના વેપારમાં આ ઇટલીની ગેંગ મુખ્ય છે. જેની જડ ખૂબ જ જૂની છે. આ ગેંગ પોતાને ઇજ્જતદાર કહે છે. અને લોકો તેમને અકડું કહે છે. આ ગેંગના સદસ્યો 25 હજાર જેટલા ગેંગસ્ટર છે. વળી આ ગેંગના દુનિયાભરમાં ઢાઇ લાખ સહયોગી છે. આ ગેંગ રેકેટ ચલાવવું, ગેર કાનૂની રીતે વિવાદ ઉકેલવો અને ગેર કાનૂની કરાર કરવાનું કામ કરે છે. આ ગેંગનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે અંગ્રેજીની જાણીતી ફિલ્મ ગોડફાધર આમાંથી ઇન્સાપયર થઇ હતી.

સીનાલોઆ કાર્ટેલ : કેટલાક સમયથી એલ ચાપો અમેરિકામાં થયેલા ટ્રાયલને લઇને ચર્ચામાં હતા. મેક્સિકોના સૌથી મોટા ડ્રગ્સ ગેંગને ચલાવનાર ચાપો હાલ જેલમાં છે. ચાપોના અપરાધ મોટો છે. તેને અત્યારે પણ દુનિયાની સૌથી ખૂંખાર ડ્રગ્સ ગેંગમાંથી એક માનવામાં આવે છે.

બ્લડ્સ અને ક્રિપ્સ: આફ્રિકી અમેરિકીઓની આ ગેંગ પોતાની ખૂની અને ક્રૂર અપરાધો માટે ઓળખાય છે. લૉસ એન્જિલ્સ અને કેલિફોર્નિયામાં આ ગેંગનો મોટો પ્રભાવ છે. આ ગેંગના મૂળમાં રંગભેદ, શોષણની વિરુદ્ધ ભાવના અને સામુદાયિક વર્ચસ્વની ભાવના આ ગેંગના મૂળમાં છે. બ્લડ્સ ગેંગના અપરાધી લાલ રંગના કપડા પહેરે છે. ક્રિપ્સની સાથે સંધર્ષ થવાથી તે ખૂબ જ હિંસક બની ચૂક્યા છે. બ્લડ્સ અને ક્રિપ્સ આ બંને ગેંગ અમેરિકાના ગેંગસ્ટર વર્લ્ડનો મોટો હિસ્સો બની ગયા છે.

લોસ જીંટાજં આ મેક્સિકન ડ્રગ્સ ગ્રુપ કોસા નોસ્ત્રાને તેનો મુખ્ય પ્રતિદ્વંદી માને છે. મેક્સિકો જ નહીં પણ અમેરિકામાં પણ ડ્રગ્સનાબજારમાં આ બંને ગેંગનો મોટો ભાગ છે. આ ડ્રગ્સના માફિયા નરસંહાર કરવાથી લઇને સરકારી સંપત્તિને મોટું નુક્શાન કરવામાં પણ પાછળ નથી પડતા.

આ સિવાય મેક્સિકો બેસ્ડ ગુઆડાલજારા કોર્ટેલ, જુઆરેજ કાર્ટેલ અને ગલ્ફ કાર્ટેલ પણ દુનિયાના મોટો ડ્રગ્સ માફિયા ગેંગમાંથી એક છે. કેન્ડાની મુંગિકી ગેંગ પણ ખતરનાક ડ્રગ ડીલના કારણે ખૂંખાર ગેંગ માનવામાં આવે છે. તાઇવાનની યુનાઇટેડ બેમ્બૂ, હૉગકોંગની 14ના ટ્રિયાડ અને એશિયામાં ડી કંપની એટલે કે દાઉદ ઇબ્રાહિમની ગેંગને ખતરનાક માનવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular