Friday, April 26, 2024
Homeખાંભા માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ચોરી, અધિકારીઓ અજાણ
Array

ખાંભા માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ચોરી, અધિકારીઓ અજાણ

- Advertisement -

  • CN24NEWS-01/02/2019
  • ખાંભા: માર્કેટીંગ યાર્ડ ખાતે નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલી મગફળીની ગુણીના જથ્થોની ચોરી થઈ છે. પરંતુ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. જો કે કેટલી મગફળીની ગુણી ચોરી થઈ તે આંકડો ખુદ નાગરિક પુરવઠા નિગમ ખાંભાના ગોડાઉન મેનેજરને પણ નથી ખબર. હાલ મગફળીની ગુણી કેટલી ચોરી થઈ છે તે અંગે અઢી માસ દરમિયાન ખરીદી કરવામાં આવેલા ગુણોની ગણતરી ચાલુ છે.

    1 લાખ 11 હજાર જેટલી મગફળની ગુણીની ખરીદી કરવામાં આવી હતી

    • 1.8 દિવસથી આ કેન્દ્ર પર મગફળીની ખરીદી પૂર્ણ થઈ ગઈ હતી. છેલ્લા અઢી મહિનામાં 1 લાખ 11 હજાર જેટલી મગફળની ગુણીની ખરીદી કરવામાં આવી હતી. જે મગફળીનો જથ્થો માર્કેટીંગ યાર્ડના કમ્પાઉન્ડમાં આવેલા શેડમાં પડ્યો હતો. આ મગફળીની બેગ ભરવા તેમજ તોલમાપ કરતા મજૂરો પણ અહીં જ રહેતા હતા. મહત્વનું છે કે અહીંયા રાત્રીના આ મગફળીની ગુણીની દેખરેખ માટે કોઈની નિમણૂક કરવામાં આવી ન હતી. હાલ માર્કેટીંગ યાર્ડના ગોડાઉનમાં અંદાજીત 3800 જેટલી જ મગફળીની ગુણી છે. સવાલ એ છે કે 8 દિવસથી મગફળીની ખરીદી બંધ થઈ ગઈ હોવા છતાં મગફળી શા માટે રાખવામાં આવી હતી?, માર્કેટીંગ યાર્ડના બંધ ગેટ પાસે આવેલી 5થી 7 ફુટની દિવાલ ઉપરથી મગફળી કેવી રીતે બહાર ફેંકવામાં આવી?
    • અધિકારીઓ સમગ્ર મામલે મૌન
      2.ચોરી થઈ ગયા પછી હવે નાગરિક પુરવઠા નિગમ ખાંભા દ્વારા ગતરાત્રીથી જ ચોકીદાર રાખી દેવામાં આવ્યો છે અને આ વિષય પર જવાબદાર અધિકારી કે કર્મચારી હાલ આ ઘટના અંગે કંઈ પણ બોલવા તૈયાર નથી. સાથે જ જિલ્લા નાગરિક પુરવઠા નિગમના અધિકારીઓ ફોન રિસિવ કરવાની પણ તસ્દી લેતાં નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular