Friday, March 29, 2024
Homeખેતરમાંથી ઓઈલ નીકળતા ONGCએ કબ્જો કર્યો, ખેડૂતે HCનો દરવાજો ખટખટાવ્યો
Array

ખેતરમાંથી ઓઈલ નીકળતા ONGCએ કબ્જો કર્યો, ખેડૂતે HCનો દરવાજો ખટખટાવ્યો

- Advertisement -

મહેસાણા: કડીના કૈચાલ ગામના ખેડૂત ખુમાણસિંહ ચૌહાણે ONGC સામે કેસ કર્યો છે. ઘટના એવી છે કે વર્ષ 2007માં ખુમાણસિંહના ખેતરમાંથી ONGCએ કામચલાઉ ધોરણે ખનીજ તેલ કાઢવા માટે જમીન પર કાયમી કબ્જો કર્યો હતો. જમીનનું પુરતુ વળતર આપ્યા વગર જ ONGCએ તે જમીન પર અનિશ્ચિત સમય માટે કબ્જો કર્યો હતો. ત્યારે બે વર્ષ પહેલા ખેડૂતે પોતાની જમીનનો હક્ક મેળવવા માટે હાઈકોર્ટનો દરવાડો ખટખટાવ્યો હતો.

કંપની જમીન ખાલી પણ નથી કરતી અને ખરીદતી પણ નથી

ખૂમાણસિંહે કહ્યું જમીનને કાયમી વેચી દેવા માટે ઓઈલ કંપનીને ઓફર પણ કરી હતી પણ ONGCએ ઓફર નકારી હતી. ખેડૂતના વકીલે કોર્ટને કહ્યું કે જ્યારે જમીનનો માલિક હક હજુ સુધી ખુમાણસિંહ પાસે છે તો જમીનમાંથી નીકળતા ગૈસ અને ઓઈલ ઉપર પણ માલિકી હક ખુમાણસિંહનો છે કે ONGCનો ? આ અંગે હાઈકોર્ટે સરકાર અને ONGCને 7 માર્ચ સુધીમાં પોતાનો જવા પોતાનો જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular