Thursday, April 18, 2024
Homeખેરગામ ગામે સ્વંછતાં મિસન અને મોદીનું વચન પણ પાણીમાં ઠેર ઠેર કચરાના...
Array

ખેરગામ ગામે સ્વંછતાં મિસન અને મોદીનું વચન પણ પાણીમાં ઠેર ઠેર કચરાના ઢગલાં 

- Advertisement -
નવસારી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું કચરાનો નિકાલ માટે પરંતુ કલેક્ટર ઉંગમાં હોવાથી ખેરગામ ગામે બે મહીનાથી કચરાના ઢગલાં માંથી ખરાબ ધુરંગન્ધ એ પ્રજાનો માથાનો દુખાવો બનાવ્યો છે.ખેરગામ ગ્રામપંચાયત દ્વારા અગાઉ વેણ ફળીયા ખાતે કચરો નાખવાનું બંધ થતાં બે મહિનાથી પંચાયત દ્વારા સમગ્ર બજારમાં  કચરો કલેક્શન લેવાનું બંધ કરવામાં આવતા જેના પગલે ખેરગામ બજારના સાત વોર્ડના લોકોના ઘરે તેમજ દુકાનોમાં ભેગો થતો કચરાનો નિકાલ ક્યાં કરવો તે બાબતે લોકો મુશ્કેલું વેઠી રહ્યાં છે.ખેરગામના બજાર જનતામિલ વિસ્તારમાં જ્યાં લોકો રહે છે અને દિવસ દરમ્યાન મોટી માત્રામાં વાહનો અને રાહદારીઓની અવર જવર રહે છે.ત્યાં રસ્તાને અડીને આવેલી જગ્યામાં લોકો બેફામ કચરો નાખીને ગંદકી ફેલાવી રહ્યા છે.
 જેના કારણે અહીં રહેતા લોકો અને દુકાનદારોએ ઘણી હાલાકી ભોગવવી પડે છે.ખેરગામના ચીખલી રોડ પોસ્ટ ઓફીસ સામે,નવરોડ ચાર રસ્તા નજીક,દશેરા ટેકરી,આછવણી રોડ તેમજ હાલમાં કરોડોના ખર્ચે ફોરલેન રસ્તા બનાવામાં આવ્યા છે.જે રસ્તા ઉપર લોકો કચરો નાખી ગંદકી કરી સ્વચ્છ અભિયાનના સરેઆમ ધજાગરા ઉડાવી રહ્યા છે.સ્વચ્છતા અભિયાનના અનેક કાર્યક્રમો કરતી ખેરગામ ગ્રામપંચાયત આ ગંભીર સમસ્યાને દૂર કરી ખેરગામને સ્વચ્છ બનાવવા શા માટે પાછળ પડી રહી છે.એવા અનેક પ્રશ્નો સ્થાનિક લોકોમાં ઉઠી રહ્યા છે.ખેરગામ બજાર વિસ્તારના લોકો માટે હાલમાં સૌથી મોટો પ્રશ્ન સવાર થાય કે કચરાને ક્યાં અને કેવી રીતે ઠેકાણે પાડવો એ છે.ખેરગામમાં અનેક જગ્યાએ છેલ્લા ઘણા દિવસથી કચરાના ઢગલાથી ખદબદી રહ્યા છે.છતાં સમસ્યાનો ઉકેલ લાવવા કોઈ આગળ આવતું. નથી હોવાથી ગામના લોકો ગ્રામપંચાયતના હોદેદારો સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

REPORTER  :  DIPAK SOLANKI , NAVSARI CN24NEWS

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular