Friday, April 19, 2024
Homeગાંધીનગર : જીમખાના મેદાનમાં 45 કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ બનાવાશે
Array

ગાંધીનગર : જીમખાના મેદાનમાં 45 કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ બનાવાશે

- Advertisement -

ગાંધીનગરના સેકટર-21 જીમખાના મેદાનમાં તમામ સુવિધાઓ સાથેનું અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમ રૂ. 45 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવનાર છે. ચાર હજાર પ્રેક્ષકો એકસાથે બેસીને ક્રિકેટનો આનંદ માણી શકે તેવા નવા બનનાર સ્ટેડિયમ માટે વહીવટી મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં અહીં સ્ટેડિયમ તૈયાર કરવાની કામગીરી શરૂ પણ કરી દેવામાં આવનાર છે. આ સ્ટેડિયમમાં રણજી ટ્રોફી કક્ષાની મેચો રમી શકાય તે મુજબની પીચ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

ગાંધીનગર વિકાસની હરણ ફાળ ભરી રહ્યું છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં રણજી ટ્રોફી કક્ષાની મેચો રમાડી શકાય તેવું ક્રિકેટ ગ્રાઉન્ડ ન હતું. ત્યારે આવનારા સમયમાં સેકટર 21 જીમખાના મેદાન અદ્યતન સુવિધાઓ સાથેનું ચાર હજાર પ્રેક્ષકો એકસાથે બેસીને ક્રિકેટનો આનંદ માણી શકે તેવી ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે.

ગાંધીનગરનાં હાર્દસમા સેકટર 21 ખાતે રૂ. 45 કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં માટેની દિશામાં કવાયત હાથ ધરી દેવામાં આવી છે. સેક્ટર 21 જીમખાના મેદાનમાં પ્રથમ તબક્કામાં રણજીત ટ્રોફી કક્ષાની મેચ રમી શકાય તેવી પીચ તૈયાર કરાઈ હતી. જેની આસપાસ નોર્થ અને સાઉથ બ્લોક તૈયાર કરવામાં આવશે. કોરોના ના કારણે ઘણા લાંબા સમયથી સ્ટેડિયમ ના બીજા તબક્કાની કામગીરી અટવાઈ પડી હતી.

ત્યારે માર્ગ-મકાન વિભાગ દ્વારા બીજા તબક્કાની કામગીરી માટે વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે અહીં બનનાર ક્રિકેટ સ્ટેડિયમમાં ચાર હજાર પ્રેક્ષકો એકસાથે બેસીને ક્રિકેટનો આનંદ માણી શકે તેવી અલાયદી બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેમાં નોર્થ બ્લોકમાં જનરલ બેઠક તેમજ સાઉથ બ્લોકમાં વી.આઇ.પી.માટે બેઠક વ્યવસ્થા ઉભી કરાશે આ સિવાય અહીં બે અલગ અલગ પાર્કિંગ પણ તૈયાર કરવામાં આવનાર છે.

આ ક્રિકેટ સ્ટેડિયમમાં ખેલાડીઓને બેસવા માટે ગ્રીન રૂમ તેમજ ડાઇનિંગ ની સુવિધા પણ ઉભી કરાશે. પીચનું કામ પૂર્ણ થયા પછી ખેલાડીઓના ગ્રીન રૂમમાં ફર્નિચરનું કામ શરૂ કરવામાં આવનાર છે. આ માટે વહીવટી મજૂરી મળી ગઈ હોવાથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને 18 મહિનામાં રૂ. 45 કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થઈ જાય તે રીતનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular