Friday, March 29, 2024
Homeગુજરાતને અડીને આવેલા આ છે બેસ્ટ ફરવાલાયક સ્થળો
Array

ગુજરાતને અડીને આવેલા આ છે બેસ્ટ ફરવાલાયક સ્થળો

- Advertisement -

મુંબઇ તો ઘણાં બધા મિત્રો છાશવારે ફરવા જાય છે ખાસ કરીને ગુજરાતી લોકો તો 1-2 દિવસની રજા મળે ને મુંબઇ ફરવા જતા રહે છે.  Couples જો લગ્ન બાદ જો કોઇ ખાસ સ્થળે સમય વિતાવવા માગતા હોવ તો મુંબઇ નજીક આવેલા આ ડેસ્ટિનેશન પર જઇને વિશેષ આનંદ પ્રાપ્ત કરી શકે છે.

એટલું જ નહીં પોતાની યાદોને ખાસ બનાવી શકે છે. અમે આપને મુંબઇથી માત્ર 200 કિલોમીટરના વિસ્તાર વિશે જણાવીશું જે couples માટે બેસ્ટ પિકનીક પોઇન્ટ છે.

કરનાલા બર્ડ સેન્ચુરી
જો તમને પક્ષિઓ અને તેનો કલરવ સાંભળવો ગમતો હોય તો મુંબઈથી આશરે 50 કિલોમીટરના અંતરે કરનાલા બર્ડ સેન્ચુરી આવેલ છે. નવેલથી આશરે 12 કિલોમીટર દૂર કરનાલા પક્ષી અભયારણ્ય 12.11 ચોરસ કિલોમીટરમાં ફેલયેલું છે.

જેમાં નિવાસી પક્ષીઓની 150 પ્રજાતિઓ અને વિદેશથી આવતા પક્ષીઓની 37 જાતો તમને જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, કરનાલા પક્ષીદર્શન, પ્રકૃતિ વચ્ચે પર્વતારોહણ અને કરનાલા ફોર્ટની મુલાકાત સાથે પોતાની રજાઓ માણવા આવતા લોકો માટે એક સુંદર સ્થાન છે.

લવાસા
મુંબઇથી લવાસા 186 કિલોમીટરના અંતરે આવેલ છે. પુણે નજીક સ્થિત લવાસા મહારાષ્ટ્રનું એક સુંદર હિલ સ્ટેશન છે. જે તેના શાંત વાતાવરણ માટે ખુબજ જાણીતું છે.

આ શહેરની ખાસિયત છે કે તેના લેન્ડસ્કેપ, લુક અને ડિઝાઇનને ઇટેલિયન શહેર પોર્તોફિનોથી પ્રેરિત થઇને બનાવવામાં આવી છે. પ્લાન્ડ સિટી હોવના કારણે અંહી આવનાર ટૂરિસ્ટની દરેક જરૂરિયાતનો ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

મનોરી આઇલેન્ડ


મુંબઇથી 36 કિલોમીટરના અંતરે આવેલ મનૌરી આઇસલેન્ડ વીકેન્ડ ટ્રાવેલિંગ માટે હોટ ફેવરિટ જગ્યા છે. કારણ કે, અહીંનો બીચ, રસ્તાઓ અને કલ્ચર ગોવા જેવું જ છે.

તેવામાં આ સ્થળની મુલાકાત મિની ગોવા ટ્રીપ ગણાવી શકાય છે. જમવામાં આ સ્થળે સી ફૂડ સિવાય ઇન્ડો-ચાઇનીઝ વ્યંજન પણ માણવા મળશે.

માથેરાન

મુંબઇથી માત્ર 90 કિલોમીટરના અંતરે આ શાંતિપૂર્ણ હિલ સ્ટેશન પશ્ચિમ ઘાટમાં આવેલું છે અને તે સમુદ્ર સપાટીથી 800 મીટર ઊચું છે. આ ઇકો સેન્સેટીવ પ્રદેશ વિશ્વમાં આવેલા એવા અમુક સ્થાનો પૈકી એક છે જ્યાં ઓટોમોબાઇલ્સને મંજૂરી નથી, મુંબઇ નજીક આવેલ આ હિલ સ્ટેશને પિકનીક માટે બેસ્ટ પોઇન્ટ છે.

તમે અહીં ઘાઢ જંગલના વિસ્તારોમાં પગપાળા પ્રવાસ કરી શકો છો, ઘોડા પર બેસીને અહીના નગરમાં લટાર મારી શકો છો. લૌઇસા અને હનીમૂન પોઈન્ટ વચ્ચે પ્રવાસ કરી શકો છો, અને હિલ સ્ટેશન પર ફેલાયેલા વિવિધ પોઈન્ટ પરથી અહીના સુંદર અને મનમોહક દ્રશ્યો જોવાનો આનંદ લઈ શકો છો તેમજ ચાર્લોટ લેકના પિકનિક પોઈન્ટ પર મજા લઈ શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular