Friday, April 26, 2024
Homeગુજરાત કૉંગ્રેસમાં પક્ષ પલટાની મોસમ વચ્ચે બધા સાંસદો બોલ્યાં ‘મારે ચૂંટણી લડવાનાં...
Array

ગુજરાત કૉંગ્રેસમાં પક્ષ પલટાની મોસમ વચ્ચે બધા સાંસદો બોલ્યાં ‘મારે ચૂંટણી લડવાનાં ઘણા કોડ રે’

- Advertisement -

એક તરફ ગુજરાત કોંગ્રેસમાં પક્ષ પલટાની સ્થિત છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને સાંસદ બનવાની હોડ જોવા મળી રહી છે. લોકસભાની વિવિધ 10 બેઠકો પર 12 ધારાસભ્યોએ ટિકિટની માંગ કરી છે. સુરેન્દ્રનગર અને વલસાડ બેઠક પર બે-બે ધારાસભ્યોએ દાવેદારી કરી છે. લીમડીના ધારાસભ્ય સોમા પટેલે સુરેન્દ્રનગર બેઠક પર માંગ કરી છે. જ્યારે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સુરેન્દ્દ્ર નગર બેઠક માંગી છે. આ ઉપરાતં કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ વલસાડ બેઠક માટે દાવેદારી નોંધાવી છે.

દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કચ્છ બેઠકની માંગ કરી છે. તો ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પોરબંદર બેઠક માટે દાવેદારી કરી છે. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ ગાંધીનગર બેઠક માટે માંગ કરી છે. જ્યારે બારડોલી બેઠક પર માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ દાવેદારી માંડી છે.

  • લીમડીના MLA સોમા પટેલે સુરેન્દ્રનગર બેઠક પર કરી માગ
  • ચોટીલાના MLA ઋત્વિક મકવાણાએ પણ માગી સુરેન્દ્રનગર બેઠક
  • કપરાડાના MLA જીતુ ચૌધરીએ વલસાડ બેઠક પર કરી દાવેદારી
  • વાંસદાના MLA અનંત પટેલે પણ વલસાડ પર કરી દાવેદારી
  • દાસડાના MLA નૌશાદ સોલંકીએ કચ્છ બેઠકની કરી માગ
  • ધોરાજીના MLA લલિત વસોયાની પોરબંદર બેઠક પર દાવેદારી
  • ગાંધીનગર નોર્થના MLA સી જે ચાવડાએ કરી ગાંધીનગર માટે માગ
  • બારડોલી બેઠક પર માંડવીના MLA આનંદ ચૌધરીએ કરી દાવેદારી
  • રાધાનપુરના MLA અલ્પેશ ઠાકોરનું પાટણ બેઠકની પેનલમાં છે નામ
  • સાબરકાંઠા બેઠક પરથી ખેડબ્રહ્માના MLA અશ્વિન કોટવાલે કરી દાવેદારી
  • વિસાવદરના MLA હર્ષદ રિબડીયાની જૂનાગઢ બેઠક પર માગ
  • અમરેલીની ટીકીટ માગી રહ્યા છે સાવરકુંડલાના MLA પ્રતાપ દુધાત
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular