Friday, April 26, 2024
Homeગોંડલ નજીક કોંગ્રેસ અગ્રણીની કાર આંતરી બે શખ્સનું ફાયરિંગ
Array

ગોંડલ નજીક કોંગ્રેસ અગ્રણીની કાર આંતરી બે શખ્સનું ફાયરિંગ

- Advertisement -

ગોંડલ: એક સપ્તાહ પૂર્વે ગોંડલના 113 મતદાન મથક સંવેદનશીલ જાહેર કરવા હાઇકોર્ટમાં અરજી કરનાર કોંગ્રેસના અગ્રણી અને પાટીદાર સમાજના આગેવાન રાજેશ સખીયા પર ગોંડલ નજીક નાગડકા ગામ પાસે તેઓની કાર પર બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતાં રાજેશ સખીયાએ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર રોડની નીચે ઉતરી ગઇ હતી. તેઓને કોઇ ઇજા થઇ ન હતી.

આ ઘટના અંગે રાજેશ સખીયાનો મોબાઇલ ફોન પર સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે 12:15 વાગ્યા આસપાસ હું ગોંડલથી કાર લઇને નાગડકા ગામ જવા નિકળ્યો અને ગામ નજીક પહોંચ્યો હતો ત્યારે બે શખ્સો બાઇકમાં ધસી આવ્યા હતા અને મારી કાર પર ફાયરિંગ કરતાં હું હેબતાઇ ગયો હતો. આથી કાર રોડની નીચે ઉતરી ગઇ હતી. રાજેશ સખીયાએ એમ પણ કહ્યું હતું કે, પાણો માર્યો કે ફાયરિંગ થયું તે અંગે મને ચોક્કસ ખ્યાલ નથી પરંતુ ધડાકો થયો હતો અને ડ્રાઇવર સાઇડનો પાછળનો કાચ તૂટી ગયો હતો. તેઅોએ અેવો પણ આક્ષેપ કર્યો હતો કે જયરાજસિંહ અને અનિરુધસિંહના ઇસારે આ ઘટના બની છે. આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવીશ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular