બોલિવૂડ ડેસ્ક: ગોવિંદાની બહેન કામિની ખન્નાએ અક્ષય તૃતિયા પર પોતાની બુક ‘કામિની ઐસી હી હૈ’ લોન્ચ કરી. ફેમિલી અને ફ્રેન્ડ્સની હાજરીમાં મુંબઈમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ગોવિંદા ગેસ્ટ ઓફ ઓનર હતો અને તેણે જ આ બુકનું વિમોચન કર્યું. આ બુક કામિની ખન્નાની લાઈફ સ્ટોરી પર છે. કામિની ખન્ના રાઇટર, એક્ટ્રેસ, રેડિયો જોકી, સિંગર અને મ્યુઝિક ડિરેક્ટર છે. તેઓ ‘બ્યુટી વિથ એસ્ટ્રોલોજી’ના ફાઉન્ડર છે. કામિની ખન્નાની દીકરી રાગિણી ખન્ના પણ એક્ટ્રેસ છે.
ગોવિંદાએ કહ્યું હતું કે, ‘હું અહીંયા કામિની સાથે તેના મહત્ત્વના દિવસે ઊભો રહેવા આવ્યો છું. મને તેના પર ગર્વ છે અને હું પ્રાર્થના કરું છું તેની ખુશી અને સફળતા માટે. મને ખાતરી છે કે વાચકો એક વાર બુક વાંચશે એટલે તેમને આ બુક ગમશે.’
કામિની ખન્નાની દીકરી અને એક્ટ્રેસ રાગિણી ખન્નાએ કહ્યું કે, ‘આ મારી જિંદગીનો પણ મહત્તવનો દિવસ છે. મેં મારી જિંદગીમાં જોયેલી તે સૌથી સુંદર અને સ્ટ્રોંગ વ્યક્તિ છે. તે મને રોજ પ્રેરણા આપે છે અને તેની બુક દરેકને પ્રેરણા આપશે.’
મુંબઈમાં વિલે પાર્લેના જુહુ જાગૃતિ હોલમાં બ્યુટી વિથ એસ્ટ્રોલોજી અંતર્ગત બે બુક રિલીઝ કરાઈ હતી. તેમાં કામિની ખન્નાનું ‘કામિની ઐસી હી હૈ’ અને લેખક અનિલ બોધેનું ‘કાવ્ય કામિની’ પુસ્તક સામેલ હતું.