Friday, March 29, 2024
Homeઘર ખરીદનાર લોકોને મળશે મોટી ભેટ! મોદી સરકાર આવતા મહિને કરી શકે...
Array

ઘર ખરીદનાર લોકોને મળશે મોટી ભેટ! મોદી સરકાર આવતા મહિને કરી શકે છે જાહેરાત

- Advertisement -

ચૂંટણી પહેલા સરકાર સમાજના દરેક વર્ગને ખુશ કરવાના પ્રયત્નોમાં લાગી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મળતી જાણકારી અનુસાર છેલ્લા બજેટમાં મોદી સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બજેટ 50 ટકા વધારી શકે છે. સૂત્રો પ્રમાણે સરકારને લાગે છે કે આ મહત્વાકંક્ષા યોજના લોકસભા ચૂંટણીમાં એમને મીડલ ક્લાસના વોટ અપાવી શકે છે.

સૂત્રો પ્રમાણે હવે પીએમ આવાસ યોજનાનો ફાયદો વધારે લોકોને આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. એના માટે સરકાર અફોર્ડેબલ હાઉસિંગ ફંડ 50 ટકા વધારી શકે છે. સૂત્ર પ્રમાણે અફોર્ડેબલ હાઉસિંગ ફંડ છેલ્લા બજેટમાં વધી શકે છે. સરકારનું દબાણ હાઉસિંગ ફોર ઓલ સ્કીમનું લક્ષ્ય પૂર્ણ કરવા પર છે.

શું છે નવી યોજના

  • પીએમ આવાસ યોજના પર ચૂંટણી દાવ રમશે મોદી સરકાર
  • આગામી છેલ્લા બજેટમાં અફોર્ડેબલ હાઉસિંગ ફંડને 50 ટકા વધારી શકે છે સરકાર
  • મીડલ ક્લાસને આકર્ષવા માટે સરકાર ઊઠાવી શકે છે આ પગલું
  • AHFની સાઇઝને 10,000 કરોડ રૂપિયાથી વદારીને 15000 કરોડ રૂપિયા કરવાનો પ્રસ્તાવ
  • ફંડમાં વધારાથી લોકોને વ્યાજ દરોમાં ડિસ્કાઉન્ટ મળશે.
  • પહેલી વખત ઘર ખરીદનાર લોકોને મળે છે વ્યાજ દરોમાં ડિસ્કાઉન્ટ.
  • ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમ હેઠળ મળે છે ફાયદો
  • સ્કીમ હેઠળ ઘર ખરીદી ચૂકેલા લોકોના ખાતામાં બેંક જલ્દી સબ્સિડી નાંખી શકશે.
  • CLSS હેઠળ આશરે 7500 કરોડની સબ્સિડી હજુ પેન્ડિંગ છે.
  • હાઉસિંગ ફોર ઓલ સ્કીમના ટાર્ગેટને પૂરું કરવા પર સરકાર પર દબાણ

શું છે પ્રધાનમંત્રી આવાસ યોજના?
પીએમ આવાસ યોજનાનો ઉદેશ છે કે બધાને પાકું મકાન મળે. હા આ યોજનાની કેટલીક શરતો જરૂર છે જેને જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા તો એવા લોકો જેની પાસેથી પહેલા ઘર છે એ આ યોજનાનો લાભ ઊઠાવી શકશે નહીં. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો નિયમ છે કે લાભ એને જ મળશે જેની પાસે પહેલાથી કોઇ પાકુ મકાન હશે નહીં.

સબ્સિડી કેટલી મળે છે?

  • 6 થી 12 લાખ રૂપિયાની વર્ષની આવક વવાળા MIG ની પહેલી કેટેગરીના લોકોને 9 લાખ રૂપિયા સુધીની લોન અમાઉન્ટના વ્યાજ પર 4% ની સબ્સિડી મળશે. જ્યારે 12 થી 18 લાખ રૂપિયાની વર્ષની આવક વાળી બીજી કેટેગરીના લોકોને 12 લાખ રૂપિયા સુધીની લોનના વ્યાજ પર 3 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
  • જો કોઇ એનાથી વધારે લોન લેશે તો એને વધારાની રકમ પર બેંક તરફથી નક્કી દર પર વ્યાજ ચૂકવવું પડશે.

કયા ઘરો પર મળશે લોન?

  • તમે કોઇ ડેવલપર અથવા બિલ્ડર પાસેથી ઘર ખરીદી રહ્યા છો અથવા કોઇ જૂનું ઘર ખરીદી રહ્યા છો, તમે PMAYનો લાભ ઊઠાવી શકો છો.
  • જે લોકો ઘર ખરીદવાની જગ્યાએ પોતે જ બનાવી રહ્યા છે, એમને પણ આ યોજનાનો લાભ મળશે.
  • જેમની પાસે હાલ પાકુ મકાન છે, એમાં સમારકામ કરવા અથવા એમા બીજા રૂમ જોડવા અથવા બીજા પ્રકારથી વિસ્તાર કરવા માટે પણ લોન લઇ શકો છો.
  • બેંક તમને હાલના મકાનમાં રસોડું, રૂમ વગેરે બનાવવા માટે યોજના હેઠળ લોન આપવા માટે એવું કહીને ના પાડી શકો નહીં કે તમારી પાસે પહેલાથી જ પાકુ મકાન છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular